અગ્નીવિર યોજનાને લઈને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સૌરાષ્ટ્રની મુલાકાત દરમિયાન મહત્વની વાત કરી હતી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આ મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે
થોડા દિવસ પહેલા અગ્નિવીર યોજના જાહેર કરી અને દેશના યુવાનોને દેશની સેવા કરવાની તક આપી. દેશના યુવાનોને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેશ માટે સેવા કરવાની તક આપી પરંતુ કેટલાક લોકો આનો વિરોધ કરી રહ્યા છે. કેટલીક રાજકીય પાર્ટીઓ આ દેશના યુવાનોને મજબૂત થવા દેવા માંગતી નથી. અગ્નિવીર યોજના દેશને મજબૂત કરવા માટે છે. આ યોજના કોઇના દબાણમાં આવીને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ રદ કરે તેવા નથી. આ યોજનાને આવકારવા દરેક વ્યકિતને હાંકલ કરી.
ભાવનગર જિલ્લાના પરવડી ગામ ખાતે પરવડી જલક્રાંતિ અભિયાન દ્વારા નવનિર્મિત વિશાળ જળાશયનો લોકાર્પણ પેજ સમિતિના પ્રણેતા અને યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે યોજાયો. તેમાં આ વાત કહી હતી
આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, સાંસદ નારણભાઇ કાછડીયા, પ્રદેશ મંત્રી રઘુભાઇ હુંબલ, રાજય સરકારના મંત્રી આર.સી.મકવાણા,ભાવનગર જિલ્લાના પ્રમુખ મુકેશભાઇ લંગાળીયા, ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ,ધારાસભ્યઓ કેશુભાઇ નાકરાણી,શ્રી ભીખાભાઇ બારૈયા, પ્રવિણભાઇ ઘોઘારી, કાંતિભાઇ બલ્લર, પુર્વ સાંસદ ડો.વલ્લભભાઇ કથીરિયા ,પુર્વમંત્રી આત્મારામભાઇ પરમાર સહિત જિલ્લાના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.