The International Association of Lions Clubs દ્વારા વાપીમાં ઉપાસના સ્કૂલના ઓડિટોરિયમ માં લાયન્સ કવેસ્ટ એવોર્ડ સેલિબ્રેશન 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડિસ્ટ્રિક્ટ 3232માં 45 જેટલા ટિચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ નું આયોજન કરી આ પહેલને સફળ બનાવનાર લાયન્સ સભ્યોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા ભારત સહિત 92 દેશોમાં શાળાના વિદ્યાર્થીઓમાં વધતું નશીલા પદાર્થોનું સેવન અટકે, વિદ્યાર્થીઓમાં ડર ના માહોલને દૂર કરી શકાય, સારા સંસ્કારોનું સિંચન કરી યુવા પેઢીમાં નવી દિશા, વિઝન અને આત્મવિશ્વાસ વધારી શકાય તે માટે શાળાના શિક્ષકોને ઉત્તમ ટ્રેનિંગ આપતા વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં વાપીથી ભુજ સુધી અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સુધીનો વ્યાપ ધરાવતા લાયન્સ ક્લબ દ્વારા આવા અનેક વર્કશોપ નું આયોજન કરી શાળાના શિક્ષકોને આ ખાસ તાલીમ આપવામાં આવી છે. આ અંગે લાયન્સ નિશિથ કિનારીવાલા અને સંજીવ બોરસે એ જણાવ્યું હતું કે, લાયન્સ કવેસ્ટ પ્રોગ્રામ અંતર્ગત બાળકોમાં જે ડર હોય છે તેને દૂર કરવાનો અને નશીલા પદાર્થોના સેવનથી દૂર રાખવાનો ઉદેશ્ય છે. જે માટે શાળાના શિક્ષકોને વિશેષ તાલિમ આપતો વર્કશોપ યોજવામાં આવે છે. જેમાં તેમની ટીમ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. શિ