Mitram News
તાજા સમાચારરાજકોટ

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારની લીલીઝંડી મળતાં જ ઇમીટેશન જ્વેલરી પાર્કના નિર્માણ માટે ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે.

સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા ઇમીટેશન જ્વેલરી પાર્કની કામગીરી માટે રાજ્ય સરકારની લીલીઝંડી મળ્યા બાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગળ ધપાવવા માટે કમર કસી દેવામાં આવી છે. આ ઇમીટેશન જ્વેલરી પાર્ક બનાવવા માટે સંભવત લોધિકા જીઆઈડીસી પાસેના સ્થળની પસંદગી કરવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ આજે જણાવેલ હતું. આ ઇમીટેશન જ્વેલરી પાર્કની સાથે કન્ટેનર ડેપોના નિર્માણની યોજના પણ હાથ પર લેવામાં આવી છે. આ કન્ટેનર ડેપો માટે રાજકોટ, મકનસર સહિતના ત્રણ સ્થળોમાંથી એક સ્થળ પસંદ કરાશે તેવું કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું. રાજકોટની ભાગોળે આ ઇમીટેશન જ્વેલરી પાર્ક અને કન્ટેનર ડેપોનું આગામી સમયમાં નિર્માણ થતાં શહેરના વિકાસની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાશે. રાજકોટ શહેરએ માત્ર એન્જીનીયરીંગ માટે જ નહીં પણ જ્વેલરી ઉદ્યોગ માટે પણ જગવિખ્યાત છે. ઇમીટેશન ઉદ્યોગ માટે રાજકોટમાં અલાયદો પાર્ક સ્થાપવા માટેની ગતિવિધિઓ તેજ બની છે. ઇમીટેશન જ્વેલરી પાર્ક સ્થાપવા માટે અગાઉ રાજકોટ ઇમીટેશન જ્વેલરી એસોસિએશન દ્વારા રાજયનાં મુખ્યમંત્રી તેમજ જીઆઈડીસી અને ઉદ્યોગ કમિશનરને પણ દરખાસ્તો કરવામાં આવી હતી. ઇમીટેશન જ્વેલરી પાર્ક માટે અગાઉ બે લાખ સ્કવેર મીટર જગ્યા ટોકન ભાવે આપવા માટે સરકાર સમક્ષ દરખાસ્ત પણ કરવામાં આવી હતી. આ ઇમીટેશન જ્વેલરી પાર્કમાં ઉદ્યોગકારો દ્વારા અગાઉ 450 કરોડનું રોકાણ કરવા માટેની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી. વર્તમાન સમયમાં ચીન એ ઇમીટેશન જ્વેલરીનું હબ બનેલ છે અને ત્યાંથી વધુ જ્વેલરી નિકાસ થાય છે. આવી રીતે જો રાજકોટમાં પણ આ ઇમીટેશન જ્વેલરી પાર્કનું નિર્માણ થાય તો રાજકોટનાં વિકાસના દ્વાર ખુલી શકશે. જો કે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારની લીલીઝંડી મળતાં જ ઇમીટેશન જ્વેલરી પાર્કના નિર્માણ માટે ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે. આ ઇમીટેશન જ્વેલરી પાર્ક માટે લોધીકા જીઆઈડીસી નજીક સ્થળ પસંદગી આગામી ટૂંક સમયમાં કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

વડોદરામાં બિલ્ડરે પૈસા પડાવી ફ્લેટ ના આપ્યા, 5 લોકો સાથે કરી રૂ.70 લાખની છેતરપિંડી!

mitramnews

મમતા બેનર્જીનું ચોંકાવનારું નિવેદન, મને નથી લાગતું કે PM મોદી ED-CBIના દુરુપયોગમાં સામેલ

mitramnews

આશંકા! પાડોશી દેશ કરી શકે છે યુદ્ધની શરૂઆત, 16 થી 18 એપ્રિલ સુધી તાઇવાનની એર સ્પેસ બંધ કરશે ચીન.

mitramnews

Leave a Comment