રેક લોકો ઘરમાં પૂજા કરતા હોય છે. ઘર હોય કે ઓફિસ..દરેક જગ્યાએ પૂજા સ્થાનનું મહત્વ ખૂબ રહેલું હોય છે. ભગવાનની પૂજા કરીને દિવસની શરૂઆત કરવામાં આવે તો દિવસ સારો જાય છે અને કોઇ તકલીફ પણ પડતી નથી. જો કે પૂજા કર્યા પહેલા અને પછી પણ કેટલાક નિયમો હોય છે. જો તમે આ નિયમોને તોડો છો તો વાસ્તુ અનુસાર તમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આમ, જો વાત કરીએ તો ઘણાં લોકોને પૂજા કર્યા પછી પૂજા સ્થાન પર અમુક વસ્તુઓની મુકવાની આદત હોય છે. તમને જણાવી દઇએ કે અમુક વસ્તુઓ તમારે પૂજા કર્યા પછી તરત જ હટાવી લેવી જોઇએ. જો તમે આ વસ્તુઓ દૂર કરતા નથી તો તમને બરબાદી તરફ લઇ જઇ શકે છે.
પ્રગટેલી દિવેટ રાખવી
ઘણાં લોકો પ્રગટેલી દિવેટો ભેગી કરતા હોય છે. જો તમે પણ કંઇક આવું કરી રહ્યા છો તો તમારી આ સૌથી ખરાબ આદત છે. ક્યારે પણ પ્રગટાયેલી દિવેટો ઘરમાં રાખવી જોઇએ નહિં અને આ દિવેટોને જ્યાં ત્યાં ફેંકશો પણ નહિં. પૂજા સ્થાન આગળ પ્રગટેલી દિવેટો ભેગી કરવાથી ઘરમાં નેગેટિવ ઊર્જા આવે છે અને તમને સમય જતા અનેક તકલીફો પણ પડે છે. આ સાથે જ જ્યારે તમે પૂજા કરવા બેસો ત્યારે ખાસ કરીને કચરો વાળીને બેસો. વાસી જગ્યામાં બેસવાથી ક્યારે પૂજા થતી નથી. આ માટે હંમેશા પૂજા સ્થાનની જગ્યાને ચોખ્ખી કરીને બેસવાની આદત પાડો.
તરત જ સૂકાયેલા ફૂલો દૂર કરો
ઘણાં લોકો પૂજા કર્યા પછી આગળના દિવસના ફૂલો એટલે કે સૂકાયેલા ફૂલો રાખી મુકતા હોય છે. જો તમને પણ આવી આદત છે તો તમારે બદલાવ લાવવાની જરૂર છે. તમારી આ ખરાબ આદત તમને બરબાદી તરફ લઇ જઇ શકે છે અને સાથે તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા પણ ફેલાવે છે. સૂકાયેલા ફૂલ તમારા ઘરમાં આવતી લક્ષ્મીને પણ રોકે છે. આ માટે ક્યારે પણ પૂજા સ્થાન આગળ સૂકાયેલા ફૂલ રાખશો નહિં.