Mitram News
અમદાવાદમુખ્ય સમાચાર

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દાણાચોરીથી લેવાતું સોનું કસ્ટમમાંથી બારોબર વેચનાર 6ને કરાયા જેલ હવાલે

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયાના ટર્મીનલ મેનેજર હેમરાજ મીનાએ દાણચોરીની સીન્ડીકેટના સભ્યોને એરપોર્ટની બહાર કાઢવા આખી કાર્ટેલ બનાવી હોવાનો આક્ષેપ થયો છે.

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એમરેટ્સની ફ્લાઈટમાં દુબઈથી આવેલ બે પેસેન્જરને 2.2 કરોડના દાણચોરીના ગોલ્ડ સાથે ડીઆરઆઈએ ધરપકડ કરી છે. પેસેન્જરની પુછપરછમાં એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયાના ટર્મીનલ મેનેદર અને દાણચોરીમાં મદદકરતા એરપોર્ટ હાઉસ કીપીંગ સ્ટાફના ત્રણ કર્મચારીએ મળીને દાણચોરીની સીન્ડીકેટના 6 સભ્યોની ધરપકડ કરીને સાબરમતી જેલમાં મોકલાયા છે.

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયાના ટર્મીનલ મેનેજર હેમરાજ મીનાએ દાણચોરીની સીન્ડીકેટના સભ્યોને એરપોર્ટની બહાર કાઢવા આખી કાર્ટેલ બનાવી હોવાનો આક્ષેપ થયો છે. એરપોર્ટ પર ટર્મીનલ મેનેજરની ધરપકડ કરાઈ હોવાનો પહેલો બનાવ  સામે આવ્યો છે. ડીઆરઆઈને બાતમી મળી કે, ટર્મીનલ મેનેજર હાઉસીંગ કીપીંગ સ્ટાફના માણસોની મદદથી દાણચોરીનું સોનું બહાર કાઢે છે પણ પકડાતા નથી. ત્યારે 9 જુલાઈના ડીઆરઆઈની ટીમે ખાનગી વેશમાં એરપોર્ટમાં પ્રવેશ કરીને દુબઈથી અમદાવાદ આવેલી એમરેટ્સની ફ્લાઈટના બે પેસેન્જર ફરોજખાન પઠાણ અને મોહમ્મદ જીસાન પખાલીને ઝડપી લઈને પુછપરછ કરી હતી. પેસેન્જર પાસે કાળા રંગની હેન્ડબેહમાંથી 3849.120 ગ્રામ સોનાના બીસ્કીટ મળ્યા હતા. જેની કીંમત આશરે 2.2 કરોડ જેટલી હતી. બંન્નેની સતત બે દીવસ પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારી વીગત સામે આવી હતી.

Related posts

રક્ષાબંધન માટેનો શ્રેષ્ઠ સમય સવારે 11:07 થી બપોરે 2:22 સુધીનો છે આ વખતે સાંજે 5:17 થી 8:51 સુધી ભદ્રાઃ રાત્રે 8:52 થી 10 વાગ્યા સુધી રાખડી બાંધી શકાશે.

mitramnews

દેવભૂમિ દ્વારકા કોરિડોરના ફેઝ-1ના નિર્માણકાર્યનું જનમાષ્ટમી સુધીમાં ભૂમિપૂજન કરવામાં આવશે

mitramnews

કુટીર ઉદ્યોગ અને સહકારીતા રાજયમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે અમદાવાદમાં ઉન્નતિ સ્ટોરનું ઉદ્ઘાટન કરાયું

mitramnews

Leave a Comment