એક ખેલાડીને લેગ સ્ટમ્પ બહાર બોલ પિચ થવાની સ્થિતિમાં સ્ટમ્પ પર હિટ કરવા છતા LBW આઉટ નથી માનવામાં આવતો
નિયમ અનુસાર, એક ખેલાડીને લેગ સ્ટમ્પ બહાર બોલ પિચ થવાની સ્થિતિમાં સ્ટમ્પ પર હિટ કરવા છતા LBW આઉટ નથી માનવામાં આવતો જેને બેટ્સમેનો માટે બ્લાઇંડ સ્પોટ માનવામાં આવે છે. ઓફ સ્પિનર હવે ઇચ્છે છે કે અધિકારી સ્પર્ધાને આગળ વધારવા માટે આ કોન્સેપ્ટ પર ફરી વિચાર કરે. અશ્વિને પોતાની યૂ ટ્યુબ ચેનલ પર કહ્યુ, કૃપયા પોતાનો રિવર્સ સ્વીપ શોટ રમો પરંતુ અમને (બોલરો) એલબીડબલ્યૂ આપો.
અશ્વિને કહ્યુ, તમે કેવી રીતે કહી શકો છો કે જ્યારે તમે ફરતા નથી તો આ એલબીડબલ્યૂ નથી. જ્યારે તમે પોતાના સામાન્ય સ્ટાંસ પર હોવ છો તો આ માત્ર એક બ્લાઇંડ સ્પોટ હોય છે. એક વખત જ્યારે તમે રિવર્સ સ્વિપ રમો છો અથવા તમે હિટ સ્વિચ કરો છો તો આ એક બ્લાઇંડ સ્પોર્ટ નથી. આ અનુચિત છે કે આ LBW તેની પર લાગુ નથી.
આર.અશ્વિને તેનો ડેમો પણ આપ્યો છે કે આ સ્થિતિમાં શું હોવુ જોઇએ, તેમણે રવિન્દ્ર જાડેજાના દ્રષ્ટિકોણ પર ચર્ચા કરી જેમણે એજબેસ્ટનમાં પાંચમી ટેસ્ટ દરમિયાન જો રૂટ અને જોની બેરિસ્ટોને લેગ સ્ટમ્પ બહાર ઓવર ધ વિકેટથી બોલિંગ કરી હતી. અશ્વિને જણાવ્યુ, રૂટે શરૂઆતમાં 10 વખત રિવર્સ સ્વીપ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ 9 વખત તે કનેક્ટ કરી શક્યો નહતો. 10મી વખત બોલ બેટ પર લાગી પરંતુ કિનારી લાગી હતી.