તમે પણ આંખ નીચેના કાળા કુંડાળાથી હવે કંટાળી ગયા છો? આજની આ ફાસ્ટલાઇફની અનેક ઘણી અસર સ્વાસ્થ્ય અને સ્કિન પર થતી હોય છે. કોરોના કાળ પછી ઘરે રહીને કામ કરવાને કારણે પણ સ્કિન અને હેલ્થને અનેક ઘણાં પ્રોબ્લેમ્સ થઇ રહ્યા છે. જો કે ડાર્ક સર્કલ્સ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આમ, જો તમે પણ હવે આ સમસ્યાથી કંટાળી ગયા છો તો આ ઘરેલું ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે. જો તમે આ ઉપાયો રેગ્યુલર કરશો તો તમારા ડાર્ક સર્કલ્સ ઓછા થઇ જશે અને તમારો ચહેરો સુંદર પણ લાગશે.
બરફ
તમને જણાવી દઇએ કે બરફ સ્કિન અને હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. આ માટે તમે બરફના ટુકડા લો અને એને પાતળા રૂમાલમાં અથવા તો કોઇ કપડાની અંદર મુકીને હળવા હાથે આંખોની આસપાસ ફેરવો. આ તમે 10 થી 15 મિનિટ સુધી કરો અને પછી ચહેરો ધોઇ લો.
ટી બેગ
ડાર્ક સર્કલ્સને દૂર કરવા માટે ટી બેગ સૌથી બેસ્ટ છે. આ માટે તમે બ્લેક ટી બેગ લો અને ગેસ પર ગરમ પાણી કરવા મુકો. પાણી ગરમ થઇ જાય એટલે એમાં આ ટી બેગ નાંખો અને 10 મિનિટ માટે રહેવા દો. પછી આ પાણીને ફ્રિજમાં મુકી દો અને 20 મિનિટ માટે રહેવા દો. હવે આ ઠંડા પાણીથી આંખો ધોઇ લો. ટી બેગમાં કેફીન અને ઓન્ટી ઓક્સીડન્ટનું પ્રમાણ સારું હોય છે જે લોહીને પરભ્રમણ થવામાં મદદ કરે છે.
એલોવરા જેલ
અનેક દવાઓની એક દવા એટલે એલોવેરા જેલ…આમ કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. એલોવેરા જેલ સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે. તમને જ્યાં પણ ડાર્ક સર્કલ્સ થયા છે એ જગ્યા પર એલોવેરા જેલથી 20 મિનિટ સુધી મસાજ કરો અને પછી 10 મિનિટ આ જેલને એમ જ રહેવા દો. ત્યારબાદ ચોખ્ખા પાણીથી ધોઇ લો. આ એલોવેરા જેલ તમારે રોજ લગાવવાની રહેશે.