સિંગલ પેરેન્ટે બાળકોનો ઉછેર કરવો એ કોઇ સરળ વાત નથી. આમ, જો તમે પણ આમાંથી પસાર થઇ રહ્યા છો તો આ ટિપ્સ તમારા માટે બહુ કામની છે.
ઘણી વાર બાળકોની દેખરેખ સિંગલ પેરેન્ટને કરવી પડતી હોય છે. કોઇ પણ કારણોસર પતિ-પત્ની અલગ થઇ જતા હોય છે અને બાળકોને ગમે તે એક સાથે રહેવું પડે છે. એવામાં બાળકની બધી જ જવાબદારીઓ માતા અથવા પિતા એમ બેમાંથી એકને કરવી પડતી હોય છે. આજની આ બિઝી લાઇફમાં સિંગલ પેરેન્ટિંગ માનીએ એટલું સરળ નથી. કામની સાથે બાળકોની જવાબદારીઓ ઉઠાવવી એ એક અઘરું કામ છે. સતત કામને કારણે ઘણી વાર બાળકની કેર સરખી થતી નથી જેના કારણે એ બગડી જાય છે. આમ, જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો ખાસ વાંચી લો આ ટિપ્સ..
- સિંગલ પેરેન્ટને બાળકનો ઉછેર કરવાનો હોવાથી એને પૂરંતુ પોષણ મળી રહેતું નથી. ઘણી વાર બાળકો માટે સમય આપી શકતા હોતા નથી જેના કારણે બાળક એકલું પડી જાય છે. આ માટે સિંગલ પેરેન્ટ બાળકોમાં એકલાપણાંની સમસ્યાનો શિકાર બનતા હોય છે. સમયની સાથે માતા-પિતા બાળકો સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરી શકતા નથી, જેની કારણે બાળકો પર એની ખરાબ અસર પડે છે.
- સિંગલ પેરેન્ટને આર્થિક સમસ્યાઓનો સામનો પણ કરવો પડતો હોય છે. આ દરમિયાન માતા-પિતાને અનેક ઘણી તકલીફો પડતી હોય છે. કામની સાથે-સાથે બાળકની જવાબદારી ઉઠાવવી એ એક અઘરું કામ છે અને આ બહુ મોટી જવાબદારી છે. આ માટે આર્થિક રીતે સદ્ધર હોવું ખૂબ જરૂરી છે. આર્થિક રીતે નબળા હોવાને કારણે તમે બાળકોની દેખરેખ, મનપસંદર વસ્તુઓ, ચિકિસ્તા જેવી અનેક વસ્તુઓ પર પ્રોપર ધ્યાન આપી શકતા નથી.
- એકલા માતા-પિતા અનેક પ્રકારની માનસિક સમસ્યાઓનો સામનો કરતા હોય છે. આ બધી વાતોમાં પેરેન્ટ્સ સતત સ્ટ્રેસમાં રહેતા હોય છે. બાળકોની જવાબદારી આ તણાવમાં વધારો થાય છે. સતત સ્ટ્રેસને કારણે વ્યક્તિનો સ્વભાવ ચીડિયો થઇ જાય છે, વારંવાર ગુસ્સો આવવો તેમજ કોઇની સાથે વાત કરવી ગમે નહિં..આવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.
1 comment
Good post. I learn something totally new and challenging on websites I stumbleupon on a daily basis. It will always be useful to read articles from other writers and practice something from other web sites.