ભરૂચ-પીરકાંઠી વિસ્તારમાં મકાનનો એક હિસ્સો ધરાસાઈ થતા દોડધામ,સદનસીબે કોઈ જાનહાની નહિ..!
ભરૂચ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં અનેક સ્થળે મકાનો ધરાસાઈ થવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે,જર્જરિત અને જોખમી મકાનો ઉતારી લેવા પાલિકા વિભાગ તરફ થી ચોમાસા પહેલા અનેક જર્જરિત સ્થાનોના કર્તા હર્તા ઓને નોટિસ સ્વરૂપે જાણકારી આપવામાં આવે છે તેમ છતાં કેટલાક લોકો તેનું યોગ્ય સમયે પાલન ન કરતા આખરે વરસાદી માહોલ વચ્ચે મકાનો અથવા દીવાલો ધરાસાઈ થવાના બનાવો બનતા હોય છે,
આજે સવાર ના સમયે ભરૂચ ના પીરકાંઠી વિસ્તારમાં આવેલ એક જર્જરિત મકાન નો કેટલોક હિસ્સો અચાનક તૂટી ને પડતા એક સમયે આસપાસ માં રહેલ લોકોમાં નાસભાગ મચી હતી,ઘટના અંગેની જાણકારી ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના લાશકરોએ સ્થળ ઉપર દોડી જઈ કાટમાળ ને હટાવવા ની કામગીરી હાથધરી હતી,જોકે સમગ્ર ઘટના ક્રમ માં સદનસીબે કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો
મહત્વની બાબત છે કે ભરૂચ શહેર સહિત જુના ભરૂચ વિસ્તારમાં હજુ પણ કેટલાય સ્થળે જોખમી અને જર્જરિત મકાનો આવેલા છે જે પણ મોટી દુર્ઘટના ની રાહ જોઇ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે,તેવામાં તંત્ર ત્વરિત આવા જોખમી મકાનો ઉતારી લેવાની કામગીરી માં જોતરાય તે અત્યંત મહત્વની બાબત છે,
1 comment
Good post. I learn something totally new and challenging on websites I stumbleupon on a daily basis. It will always be useful to read articles from other writers and practice something from other web sites.