સચિન તેંડુલકર હવે ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ ગોલ્ફમાં પણ હાથ અજમાવી રહ્યો છે
ક્રિકેટરોના ડાબા હાથના હોવાના વર્તમાન ટ્રેન્ડે સોશિયલ મીડિયા પર ખૂબ જ હલચલ મચાવી છે. ઉદાહરણ તરીકે, જમણા હાથનો બેટ્સમેન ડાબા હાથના બેટ્સમેન તરીકે રમી રહ્યો છે
આ ટ્રેન્ડ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો અને આવા વીડિયોમાં સચિન તેંડુલકરને જોવું કોઈ ટ્રીટથી ઓછું નથી. સચિન તેંડુલકરે પણ આ ટ્રેન્ડમાં પોતાનો હાથ અજમાવ્યો છે.
આ મહાન બેટ્સમેને ગોલ્ફ રમતા ટ્વિટર પર એક ક્લિપ શેર કરી છે પરંતુ તેમાં એક ટ્વિસ્ટ છે. આ કોઇ રહસ્ય નથી કે સચિન બન્ને હાથથી કામ કરી શકે છે. ભારતના પૂર્વ ખેલાડીને ગોલ્ફને ડાબા હાથથી રમતો જોઇ શકાય છે પરંતુ એક ગાડીના રિયરવ્યૂ મિરર દ્વારા. આ વીડિયોનું રસપ્રદ ટ્વિસ્ટ છે.
આ વીડિયોને શેર કરતા સચિન તેંડુલકરે લખ્યુ, ‘તે બધા માટે, જે મને ડાબા હાથથી રમતા જોવા માંગે છે.’ દક્ષિણ આફ્રિકાના પૂર્વ સ્ટાર ખેલાડી એબીડી વિલિયર્સે પણ ડાબા હાથથી બેટિંગ કરતા તેના એક ફેન દ્વારા બનાવવામાં આવેલો વીડિયો શેર કર્યો હતો જે સોશિયલ મીડિયા પર વાયરલ છે.
આ પહેલા સચિન તેંડુલકરે ખુલાસો કર્યો હતો કે તેને ભલે જમણા હાથથી ક્રિકેટ રમી હોય પરંતુ તે ડાબા હાથથી લખે છે. પોતાના ઇંસ્ટાગ્રામ હેન્ડલ પર અપલોડ કરવામાં આવેલી એક ક્લિપમાં તેને બન્ને હાથથી કામ કરવાના ફાયદા ગણાવ્યા છે. સચિન તેંડુલકરે કહ્યુ કે જ્યારે કાંટા અને ચાકુથી ખાવાની વાત આવે છે તો ખાસ કરીને તે પોતાના ડાબા હાથથી ખાય છે પરંતુ ચોપ સ્ટિકનો ઉપયોગ કરતા સમયે તે ડાબા હાથનો ઉપયોગ કરવામાં અસમર્થ છે, તેને આ વીડિયોનું કેપ્શન આપ્યુ, ડાબા હાથથી લખવા અને ખાવાનું મેનેજમેન્ટ કરે છે જ્યારે જમણો હાથ તમામ લાકડીની સ્ટિક સંભાળે છે.
15,921 રન બનાવનાર સચિન તેંડુલકરે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં સૌથી વધારે રન બનાવ્યા છે. સાથે જ સચિને 51 ટેસ્ટ સદી ફટકારી છે જે કોઇ પણ ખેલાડી દ્વારા સૌથી વધારે છે. સચિન 49 સદી અને 96 અડધી સદી સહિત કુલ 18,426 રન સાથે વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારની યાદીમાં ટોપ પર છે, તેના 100 આંતતરાષ્ટ્રીય સદીને અડવાનું ઐતિહાસિક કારનામુ પણ કર્યુ છે.