ગુજરાત સરકારના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આજે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સરકાર ખોટી રીતે ખેડૂત બનેલા પર કાર્યવાહી કરશે અને ફર્જી ખેડૂતને ચીમકી આપી હતી કે નકલી ખેડૂત ખાતેદાર બનવાની ફરિયાદ આવી હતી તે અંગે તેમણે આ નિવેદન આપ્યું હતું.
ગુજરાતના ખેડાની અચાનક મુલાકાતે આવેલા મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ સરકાર કોઈપણ નકલી ખેડૂતને છોડવામાં આવશે નહીં અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે અમારી પાસે ઘણા પણ બાતમીદાર હોય છે જેઓ અમને આ અંગેની માહિતી આપી રહ્યા છે. ઘણા એવા પણ આક્ષેપ છે જે અધિકાર વિરુદ્ધ છે તેની સામે પણ અમે કાર્યવાહી કરીશું.
આજે ખેડા ખાતે મુલાકાતે આવેલા મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મુલાકાત લીધી હતી અને આ મુલાકાતમાં 1730 કેસની તપાસ કરી છે જેમાંથી 628 કેસો શંકાપદ લાગ્યા હતા. આ મામલે 500 વ્યક્તિઓને દસ્તાવેજ દર્શવવા માટે નોટિસ પાઠવામાં આવી છે. આ બાબતે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે કોઈ એક જ સમાજના લોકો આ ખેતીની ખરીદી કરે છે અને 400 કરોડ રૂપિયાની ખેતી ખોટી રીતે ખરીદી છે તેને છોડવામાં આવશે નહીં અને તે બધી જમીન સરકાર હસ્તગત કરી લેવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું કે આ મામલે જે કોઈપણની સંડોવણી હશે તેને 10 વર્ષની જેલની સજા કરવામાં આવશે. નોંધનીય છે કે 1900 થી 2000 વીઘા જમીન ખોટી રીતે ખેડૂતોએ ખરીદી છે. માતરના સાણંદના હિન્દૂ ખાતેદારોની જમીન મુસ્લિમ વ્યક્તિ જમીન ખરીદે છે. આ લેન્ડ જેહાદ થાય છે અને તેના પૈસા ક્યાંથી આવે છે તે અંગેની તાપસ કરવા માટે અમે EDને કહીશું. છેલ્લે તેમણે જણાવ્યું હતું કે કોઈ એક વિશિષ્ટ સમાજના અધિકારી હતા જેના પર 200 કેસ છે.