દાહોદ જિલ્લામાં આગામી નવ ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ અને તેની સાથે સાથે મોહરમ પર્વ હોઈ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદ શહેર સહિત જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લામાં કુલ ૬૮૧ પોલીસ અધિકારીઓથી લઈ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત વચ્ચે આ બંન્ને તહેવારોની ઉપર બાજ નરજ રાખવામાં આવશે.
૯મી ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ અને આજ દિવસે મોહરમ પર્વ હોવાથી બંન્ને તહેવારોની ઉજવણી કરવા લોકોમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. આ બંન્ને તહેવારો શહેર સહિત જિલ્લામાં શાતિ પુર્ણ માહોલમાં ઉજવાઈ અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે દાહોદ જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લામાં ૬૮૧ પોલીસ અધિકારીઓ સાથે પોલીસ કર્મચારીઓ ખડેપગે પોતાની ફરજ બજાવશે જેમાં ૧ ડીવાયએસપી, ૦૬ પીઆઈ, ૧૨ પીએસઆઈ, ૪૧૦ પોલીસ કર્મચારીઓ, ૬૧ એસઆરપી જવાનો અને ૧૯૨ હોમગાર્ડ ખડેપગે પોતાની ફરજ બજાવનાર છે.