શારીરિક અને માનસિક શક્તિને વધારવા માટે આપ સૂર્ય નમસ્કારનો અભ્યાસ ચોક્કસથી કરો. તેના માટે નિયમિત રીતે શારીરિત સંતુલન યોગ્ય રહે છે અને મન શાંત રાખવામાં આપને મદદ મળશે. આ ઉપરાંત શરીરના દરેક અંગને મજબૂત બનાવવા તથા આંતરિક શાંતિ માટે તે ખૂબ જ ફાયદાકારક છે. જો આપની બોડીનો ટોન રાખવા માગો છો, તો માંસપેશિયઓને અને સાંઘાને મજબૂત બનાવા માગો છો, આપે નિયમિત અભ્યાસ કરવો જોઈએ. તેના અભ્યાસ માટે બોડી વોર્મઅપ કરવી જરૂરી છે.
સૂર્ય નમસ્કાર કરતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો
- પ્રથમ બે ચક્ર ધીમી ગતિએ કરો, પછી બે ચક્ર ઝડપી ગતિએ કરો અને પછી ધીમી ગતિએ બે ચક્ર કરો.
- જો તમે હૃદયના દર્દી છો, તો સૂર્ય નમસ્કારનો અભ્યાસ ન કરો.
- જો તમને પીઠનો દુખાવો થતો હોય તો ફોરવર્ડ બેન્ડિંગ એક્સરસાઇઝ ન કરો.
- જો પેટની સમસ્યા હોય તો બેક બેન્ડિંગ પોશ્ચર ન કરો.
- પ્રેક્ટિસ પહેલાં સૂક્ષ્મ કસરતો કરો.
આ રીતે કરો સૂર્ય નમસ્કાર
નમસ્કાર
તમારી મેટ પર સીધા ઊભા રહો અને તમારા બંને હાથને પ્રણામની મુદ્રામાં રાખો. ઉગતા સૂર્યનું ધ્યાન કરો.
હસ્ત ઉત્તાનાસન
હવે ઊંડો શ્વાસ લેતી વખતે તમારા બંને હાથને કાન પાસે રાખો અને માથાની ઉપર લેતી વખતે હાથને નમવાની મુદ્રામાં સહેજ પાછળની તરફ વાળો.
પદહસ્તાસન
હવે શ્વાસ છોડતી વખતે આગળની તરફ વાળો અને હાથ વડે અંગૂઠાને સ્પર્શ કરો. આ આસનમાં તમારું માથું ઘૂંટણને મળવું જોઈએ.
અશ્વસંચાલન
હવે શ્વાસ લેતી વખતે જમણા પગને પાછળની તરફ ખસેડો. ખાતરી કરો કે પગના ઘૂંટણ જમીનને સ્પર્શે છે. આ દરમિયાન બીજા પગને વાળો. તમારી હથેળીઓને જમીન પર મૂકો અને માથું ઉપર જુઓ.
દંડાસન
શ્વાસ છોડતી વખતે તમારા બંને હાથ અને પગને એક સીધી રેખામાં રાખો અને પુશ-અપ કરવાની સ્થિતિમાં આવો.
ઉલ્લેખનીય છે કે સૂર્ય નમસ્કાર શરીરને તંદુરસ્ત રાખવા માટે શાનદાર કસરત છે.