Mitram News
ભાવનગરમુખ્ય સમાચાર

જન્માષ્ટમી નિમિત્તે ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી 2 ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવશે

જન્માષ્ટમી નિમિત્તે ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી 2 ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવશે દેવભૂમિ દ્વારકા ખાતે દર વર્ષે જન્માષ્ટમી પર્વ નિમિત્તે મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં જતા મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી 2 ટ્રેનોમાં હંગામી ધોરણે બે વધારાના જનરલ કોચ ઉમેરવાનો નિર્ણય લેવાયો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદ ના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:- 1. ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ માં 13.08.2022 થી 21.08.2022 સુધી ભાવનગર-ઓખા વચ્ચે બે વધારાના જનરલ કોચ જોડવામાં આવશે. 2. ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ માં 14.08.2022 થી 22.08.2022 સુધી ઓખા-ભાવનગર વચ્ચે બે વધારાના જનરલ કોચ જોડવામાં આવશે..

Related posts

આજે વર્લ્ડ વેટલેન્ડ ડે:જાણો પોરબંદર જીલ્લા ના વિવિધ વેટલેન્ડ વિષે થયેલ સંશોધન અંગે રસપ્રદ માહિતી..

mitramnews

લિમિટેડ પ્રીમિયમમાં જોઈએ મની બેકના ફાયદા તો LICની આ પોલિસીમાં કરો રોકાણ.

mitramnews

થોડા દિવસ પહેલા અગ્નિવીર યોજના જાહેર કરી અને દેશના યુવાનોને દેશની સેવા કરવાની તક આપી.

mitramnews

Leave a Comment