ગત મહિને YouTube એ કેનેડિયન ઈ-કોમર્સ કંપની Shopify સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી. આ ભાગીદારી હેઠળ, કન્ટેન્ટ સર્જકોને તેમના ઉત્પાદનોને YouTube પર જ વેચવાની તક મળશે. લગભગ 2 અબજ યુઝર્સને આ ભાગીદારીથી ફાયદો થશે.
YouTube ટૂંક સમયમાં જ તેનો પહેલો ઓનલાઈન સ્ટોર લોન્ચ કરવા જઈ રહ્યું છે. શુક્રવારે સ્ટ્રીટ જર્નલમાં એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. યુટ્યુબનો ઓનલાઈન સ્ટોર વિડીયો સેર્કીસ સ્ટ્રીમિંગ માટે હશે. રિપોર્ટ અનુસાર, YouTube આ માટે ઘણી મોટી એન્ટરટેઈનમેન્ટ કંપનીઓ સાથે વાતચીત કરી રહ્યું છે. YouTubeના ઓનલાઈન સ્ટોરનું નામ “ચેનલ સ્ટોર” હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, YouTube તેના ઓનલાઈન સ્ટોર માટે ગત મહિને 18 મહિનાથી કામ કરી રહ્યું છે, જોકે તેની માહિતી પહેલીવાર સામે આવી છે. YouTubeએ આ રિપોર્ટ પર હજુ સુધી સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.
YouTube સેટેલાઇટ ટીવી ધરાવતા વપરાશકર્તાઓને સબસ્ક્રિપ્શન-આધારિત વિડિયો સ્ટ્રીમિંગ સેવામાં લાવવાની યોજના ધરાવે છે. તેના ઓનલાઈન સ્ટોરના લોન્ચ બાદ YouTube Roku અને Apple જેવી કંપનીઓની યાદીમાં સામેલ થઈ જશે. Roku અને Apple પાસે પહેલેથી જ સબ્સ્ક્રિપ્શન-આધારિત વિડિઓ સ્ટ્રીમિંગ સેવાઓ છે. આ સપ્તાહની શરૂઆતમાં, New York Timesના રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે વોલમાર્ટ પણ વીડિયો સ્ટ્રીમિંગ સેવામાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે. વોલમાર્ટ આ માટે ઘણી મીડિયા કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે.
ગત મહિને YouTube એ કેનેડિયન ઈ-કોમર્સ કંપની Shopify સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી. આ ભાગીદારી હેઠળ, કન્ટેન્ટ સર્જકોને તેમના ઉત્પાદનોને YouTube પર જ વેચવાની તક મળશે. લગભગ 2 અબજ યુઝર્સને આ ભાગીદારીથી ફાયદો થશે.