Mitram News
તાજા સમાચાર

ઉત્તર પ્રદેશના વિજળી વિભાગમાં ભરતી, 86 હજાર રૂપિયા સુધી મળશે પગાર

UPPCLમાં કાર્યકારી સહાયકમાં 27,200 રૂપિયાથી લઇને 86,100 રૂપિયા સુધીનો પગાર મળશે

ઉત્તર પ્રદેશમાં સરકારી નોકરીની રાહ જોઇ રહેલા યુવાઓ માટે સારા સમાચાર છે. યૂપી સરકારના વિજળી વિભાગમાં ભરતી બહાર પાડવામાં આવી છે. ઉત્તર પ્રદેશ પાવર કૉર્પોરેશન લિમિટેડ (UPPCL)એ પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર કાર્યકારી સહાયકના 1033 પદો માટે નોટિફિકેશન જાહેર કર્યુ છે.

કોઇ પણ વિષયમાં ગ્રેજ્યુએટ ઉમેદવારો પાસે યૂપીપીસીએલ કાર્યકારી સહાયક ભરતી 2022 માટે અરજી કરવાની સુવર્ણ તક છે. યૂપીપીસીએલ કાર્યકારી સહાયક ભરતી 2022 માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા 19 ઓગસ્ટ 2022થી શરૂ થશે. યૂપીપીસીએલ કાર્યકારી સહાયક ભરતી વિશે પાત્રતા, પગાર, અરજી કેવી રીતે કરાય વગેરેની જાણકારી આપવામાં આવી છે.

UPPCL Recruitment: ભરતીની મહત્વપૂર્ણ તારીખ

ઓનલાઇન અરજી કરવાની પ્રાથમિક તારીખ – 19 ઓગસ્ટ, 2022
ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ- 12 સપ્ટેમ્બર, 2022

UPPCL Recruitment: કાર્યકારી સહાયકની ખાલી જગ્યાઓની માહિતી

કાર્યકારી સહાયકના કુલ 1,033 પદો પર ભરતી થવાની છે. જેમાંથી 416 પદ જનરલ કેટેગરીના છે. જ્યારે 278 ઓબીસી, 216 અનુસૂચિત જાતિ, 20 અનુસૂચિત જનજાતિ અને 103 EWS વર્ગના ઉમેદવારો માટે અનામત છે. જનરલ કેટેગરી સિવાય બીજા પદો પર બીજા રાજ્યના ઉમેદવાર પણ અરજી કરી શકે છે. કાર્યકારી સહાયક પદ માટે પસંદ થયેલા ઉમેદવારોને પે મેટ્રિક્સ લેવલ-04 અનુસાર 27,200 રૂપિયાથી લઇને 86,100 રૂપિયા સુધીનો પગાર મળશે. ઇચ્છુક ઉમેદવારોએ Upenergy.in પર અંતિમ તારીખ 12 સપ્ટેમ્બર પહેલા અરજી કરવાની રહેશે.

UPPCL Recruitment: યોગ્ય માપદંડ

અરજી કરનાર ઉમેદવારોએ કોઇ પણ માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટી અથવા સમકક્ષમાં કોઇ પણ વિષયમાં ગ્રેજ્યુએટ હોવો જોઇએ.

UPPCL Executive Assistant માટે પસંદગી પ્રક્રિયા

કાર્યકારી સહાયક ભરતીમાં પસંદગી કોમ્પ્યૂટર આધારિત ટેસ્ટ અને સ્કિલ ટેસ્ટમાં ઉમેદવારોના પ્રદર્શન પર આધારિત હશે. કોમ્પ્યૂટર આધારિત ટેસ્ટમાં 04 ભાગ હશે, જેમાં 180 વસ્તુનિષ્ઠ પ્રકારના બહુવિકલ્પિય પ્રશ્ન હશે. 180 પ્રશ્નો માટે કુલ 180 માર્ક્સ આપવામાં આવશે અને દરેક ખોટા ઉત્તર માટે 0.25 ટકા કાપવામાં આવશે. વધુ માહિતી માટે તમે ઓફિશિયલ વેબસાઇટમાં જઇને નોટિફિકેશન વાંચી શકો છો.

Related posts

દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની વધી મુશ્કેલીઓ, જાણો કોર્ટમાં શું થઈ સુનાવણી

mitramnews

અમદાવાદ: ગોતાના વિસત એસ્ટેટમાંથી 23 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર

mitramnews

પર્યાવરણ અને ખિસ્સા બંને માટે લાભદાયી (બેટરી સંચાલિત) ઇલેક્ટ્રિક સ્કૂટર ની ખરીદીમાં નોંધાયો વધારો

mitramnews

Leave a Comment