ઘણાં લાંબા સમયથી શામળાજીને નવો તાલુકો જાહેર કરવાની માંગ છે આ વચ્ચે કોંગ્રેસના નેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો
શામળાજીને તાલુકો જાહેર કરવા માંગ : CM ભુપેન્દ્ર પટેલને તાલુકાની માંગ સાથે પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર પારઘીએ પત્ર લખ્યો
સાબરકાંઠા જીલ્લામાંથી નવ વર્ષ અગાઉ અરવલ્લી જીલ્લાની રચના કરવામાં આવી હતી સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જીલ્લાની રચના થતા શામળાજીને તાલુકો જાહેર કરવામાં આવેની લોકમાંગ પ્રબળ બનતા અરવલ્લી જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરી રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આવ્યો હતો તેમ છતાં તાલુકો જાહેર ન કરાતા રાજ્ય કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવવાના હોવાથી જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારધીએ પત્ર લખી શામળાજીને તાલુકો જાહેર કરવામાં આવેની માંગ કરી છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર પારધીએ પત્ર લખી જણાવ્યું છે કે શામળાજી પંથકના અંતરિયાળ વિસ્તારો વિકાસથી વંચિત હોવાની સાથે ભિલોડા તાલુકામાં સમાવિષ્ઠ અનેક ગ્રામ્ય વિસ્તારો 40 થી 45 કિલોમીટર જેટલું અંતર હોવાથી લોકોને તાલુકા મથકના કામકાજ અર્થે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે શામળાજીને તાલુકો બનાવવામાં આવે તો 30 કિલોમીટર જેટલું અંતર ઘટી શકે તેમ છે
અરવલ્લી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ સત્તા સ્થાને હતી તે સમયે જીલ્લા પાંચાયત પ્રમુખ રાજેન્દ્ર પારઘીના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભામાં શામળાજીને તાલુકો બનાવવામાં આવે નો ઠરાવ કરી રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આવ્યો હોવા છતાં હજુ પણ શામળાજીને તાલુકાથી વંચિત રાખવામાં આવ્યો હોવાથી મોડાસામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર પર્વમાં આવી રહેલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી શામળાજીને તાલુકો જાહેર કરવામાં આવેની માંગ કરી છે