શ્રીલંકાના મહાના બેટ્સમેન સનથ જયસૂર્યાએ એશિયન ક્રિકેટ પરિષદ (ACC)ના અધ્યક્ષ જય શાહ સાથે મુલાકાત કરી હતી, તેમણે આ મુલાકાત અંગે ન્યૂઝ એજન્સી સાથે વાત કરી હતી અને જણાવ્યુ કે આ મુલાકાત પોઝિટિવ રહી હતી, તેમણે શ્રીલંકામાં વર્તમાન સંકટ વચ્ચે ક્રિકેટની સ્થિતિ પર વાત કરી હતી.
સનથ જયસૂર્યાએ કહ્યુ કે, બીસીસીઆઇના સચિવ જય શાહને મળવુ એક સમ્માન અને ખુશીની વાત હતી, આટલી શોર્ટ નોટિસમાં અમને મળવા માટે આભાર, સર. અમે શ્રીલંકામાં ક્રિકેટ વિશે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરી હતી.
જયસૂર્યાએ એએનઆઇને કહ્યુ, આ એક સારી મુલાકાત હતી. અમે ક્રિકેટ અંગે ઘણી ચર્ચા કરી હતી. એશિયા કપ દૂબઇમાં રમાઇ રહ્યો છે તો શ્રીલંકા ક્રિકેટ અને શ્રીલંકાને શું લાભ મળી રહ્યો છે. આ એક સકારાત્મક બેઠક હતી. સંયુક્ત અરબ અમીરાતમાં એશિયા કપની યજમાની પર જે શરૂઆતમાં શ્રીલંકામાં યોજાવાનો હતો જેની પર સનથ જયસૂર્યાએ કહ્યુ કે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે તેને શ્રીલંકામાં કરાવવાનો પુરો પ્રયાસ કર્યો હતો.
શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ કહ્યુ, કુલ મળીને આ સીરિઝથી શ્રીલંકા ક્રિકેટને ફાયદો થઇ રહ્યો છે, અમે ભવિષ્યમાં શ્રીલંકામાં રમાનારી સીરિઝની આશા કરી રહ્યા છીએ. એસીસીએ જુલાઇમાં જાહેરાત કરી હતી કે એશિયા કપ 2022 વર્તમાન સ્થિતિને કારણે શ્રીલંકાની જગ્યાએ સંયુક્ત અરબ અમીરાતમાં રમાશે. જોકે, તારીખમાં કોઇ પણ રીતનો બદલાવ કરવામાં આવ્યો નહતો. ટૂર્નામેન્ટ પહેલાની જેમ 27 ઓગસ્ટથી શરૂ થશે અને 11 સપ્ટેમ્બર સુધી રમાશે.
શ્રીલંકાની ટીમ પર જયસૂર્યા
શ્રીલંકાની એશિયા કપ ટીમ વિશે ક્રિકેટર સનથ જયસૂર્યાએ કહ્યુ કે ટીમ ઘણી સારી છે, તેમણે કહ્યુ, શ્રીલંકાએ ગત શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સારૂ પ્રદર્શન કર્યુ હતુ. અમે એશિયા કપની રાહ જોઇ રહ્યા છીએ. આ જોવા લાયક હશે કારણ કે તમામ ટીમ સારી ક્રિકેટ રમી રહી છે. શ્રીલંકાએ શનિવારે આગામી એશિયા કપ 2022 માટે ટીમની જાહેરાત કરી દીધી હતી.