સુપ્રીમ કોર્ટે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની પ્રશાસકોની સમિતી (CoA)ને ભંગ કરી દીધી
સુપ્રીમ કોર્ટે અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ (AIFF)ના ચૂંટણી કાર્યક્રમમાં બદલાવ કર્યો છે. 28 ઓગસ્ટની મતદાન તારીખને એક અઠવાડિયા માટે આગળ વધારવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય બાદ ફીફા એઆઇએફએફ પર લગાવેલા બેનને હટાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે મતદાન યાદીમાં મહાસંઘના રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના સભ્ય સંઘોના 36 પ્રતિનિધિ સામેલ થવા જોઇએ.
સુપ્રીમ કોર્ટે સાથે જ કહ્યુ, અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘની ચૂંટણી માટે સીઓએ દ્વારા નિયુક્ત ચૂંટણી અધિકારી ઉમેશ સિન્હા અને તપસ ભટ્ટાચાર્યને કોર્ટ દ્વારા નિયુક્ત માનવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે AIFFના રોજ બરોજના કામકાજના એકમને કાર્યવાહક મહાસચિવ સંભાળશે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે એઆઇએફએફના કામકાજના સંચાલન માટે નિયુક્ત સીઓએને બર્ખાસ્ત માનવામાં આવે.
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે એઆઇએફએફની કાર્યકારી સમિતીમાં 23 સભ્ય હશે, જેમાં છ જાણીતા ખેલાડી (બે મહિલા ખેલાડી) હશે.
મહત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની પ્રશાસકોની સમિતી (CoA)ને ભંગ કરી દીધી છે. સાથે જ ચૂંટણી પણ ટાળી દીધી છે. આ મામલે સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે આ આશામાં આદેશ પસાર કરવામાં આવી રહ્યો છે કે ફીફા ભારતમાં આયોજિત થનારા એઆઇએફએફ અને અંડર-17 મહિલા વર્લ્ડકપના સસ્પેન્સનને રદ કરી દેશે.
FIFAએ બે વર્ષમાં ક્યારેય હસ્તક્ષેપ કર્યો નથી
સીઓએ તરફથી હાજર રહેલા વકીલ ગોપાલ શંકરનારાયણે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે ફીફાએ ગત 2 વર્ષમાં ક્યારેય હસ્તક્ષેપ કર્યો નથી હવે એઆઇએફએફમાં બંધારણનું પાલન કરવામાં આવતુ નહતુ, તેમણે કોર્ટને જણાવ્યુ કે તમામે અહી બદલાવ માટે સહમતિ વ્યક્ત કરી છે પરંતુ દુર્ભાગ્યથી, કઇક અમારી પીઠ પાછળ ફીફા પાસે ચાલ્યા ગયા અને કહ્યુ કે આ વગર માન્યતાએ કરવામાં આવી રહ્યુ છે.
CoAને કાર્યકાળ સમાપ્ત કરવાનો આગ્રહ
કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને પ્રશાસકોની સમિતી (CoA)ના કાર્યકાળને સમાપ્ત કરવાનો આગ્રહ કર્યો છે અને આદેશ આપ્યો કે AIFFના દરરોજના મેનેજમેન્ટને એઆઇએફએફ દ્વારા કાર્યવાહક મહાસચિવના નેતૃત્વમાં જોવામાં આવે