ધારાસભ્યની રજૂઆતના પગલે સરકારે પાણી છોડવાનો નિર્ણય લેતા ખેડૂતોમાં ખુશી
પાટણ ના ધારાસભ્ય ડો કિરીટ પટેલ દ્વારા રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને પત્ર લખી ધરોઈ ડેમ અને નર્મદા ડેમના પાણી સુજલામ સુફલામ કેનાલ દ્વારા કમલીવાડા નજીક ની સાઇફન મારફતે પાટણ ની સરસ્વતી નદી માં તેમજ જિલ્લા ની અન્ય નદીઓ માં છોડવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત ના પગલે ગુજરાત સરકારે યોગ્ય નિર્ણય લઇ નર્મદા ડેમ અને ધરોઈ ડેમ ના ઓવરફ્લો પાણી ને સુજલામ સુફલામ મારફતે પાટણ ની સરસ્વતી નદી માં છોડવાની પ્રક્રિયા હાથ ધરી છે.
પાટણ ની સરસ્વતી નદી માં સુજલામ સુફલામ કેનાલ કમલીવાડા સાયફનમાં થી પાણી છોડવા માં આવ્યું છે. હાલ મા ધીમી ગતિએ પાણી સરસ્વતી નદી તરફ આવી રહ્યું હોવા નું જાણવા મળ્યું છે જેનાં કારણે ટુંક સમય માં પાટણ ની સરસ્વતી નદી પણ વહેતી થશે તેવી લોકો માં આશા બંધાઈ છે તો સરસ્વતી નદી માં ધીમી ગતિ એ પાણી આવી રહ્યું હોવા નું જાણી નદી આજુ બાજુ ના ખેતરો ના ખેડૂતો માં આનંદ ની લહેર પ્રસરી છે.