Mitram News
અન્યધર્મ-યાત્રા-પ્રવાસભરૂચમુખ્ય સમાચાર

ભરૂચમાં 15 વર્ષથી બંગાળી કલાકાર શ્રીજીની મૂર્તિ બનાવવા માટે માત્ર ગંગા અને નર્મદાની માટીનો કરી રહ્યા છે ઉપયોગ

ભરૂચમાં 15 વર્ષથી બંગાળી કલાકાર શ્રીજીની મૂર્તિ બનાવવા માટે માત્ર ગંગા અને નર્મદાની માટીનો કરી રહ્યા છે ઉપયોગ 

આ વખતે શ્રીજી મહોત્સવ અનેક કલા-કારીગરોના વિઘ્નો દૂર કરી વર્ષભરની આવક રળી આપશે
ગણેશોત્સવ ઉજવવા ગણેશ મંડળો જ નહીં પણ મૂર્તિકારો તેમજ કલાકારો પણ સજ્જ બન્યા છે.
દસ દિવસનો શ્રીજી ઉત્સવ ભરૂચ શહેર અને જિલ્લામાં અનેક પરિવારોનું પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આર્થિક વિઘ્ન દૂર કરી વર્ષભરની આ દસ દિવસના ઉત્સવ થકી આવક મેળવી આપશે.
ભરૂચમાં બંગાળી કલાકારો છેલ્લા 40 વર્ષથી દુર્ગા મહોત્સવ માટે માટીની મૂર્તિઓનું નિર્માણ કરતા હતા. મૂર્તિ કલાકાર રવિન્દ્ર પાલ 16 વર્ષના હતા ત્યારથી માટીની મૂર્તિઓ બનાવવાનું તેમના ગુરૂ પાસે શીખ્યા હતા.
દુર્ગા મહોત્સવ સાથે ગણેશજીની પ્રતિમાના ઓર્ડર પણ મળતા છેલ્લા 15 વર્ષથી શ્રીજીની મૂર્તિઓનું પણ નિર્માણ કરાઈ છે. પશ્ચિમ બંગાળથી મે મહિનાથી કારીગરોએ ભરૂચમાં મૂર્તિ બનાવવાની શરૂઆત કરી દીધી છે.
જેઓ દ્વારા શહેરના લિંક રોડ ઉપર 140 મોટી અને નાની કેટલીય પ્રતિમા બનાવી દેવાઈ છે. આ મૂર્તિકારો ગંગા અને નર્મદાની માટીમાંથી ફક્ત ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું જ નિર્માણ કરે છે. જેમાં રંગ પણ કુદરતી જ વાપરવામાં આવે છે. આ વખતે બજાર અને લોકોમાં ભારે ઉત્સાહ વચ્ચે મૂર્તિઓની માંગ વધુ જોવા મળી રહી છે.

Related posts

વલસાડની ભિલાડ ચેકપોસ્ટ દારૂની તીવ્ર વાસથી ગંધાઈ.

mitramnews

સુરતી આયુર્વેદિક ખમણ,આ ખાવાથી નહીં થાય ગેસ કે એસિડિટી જાણો શા માટે.

mitramnews

સુરતમાં બન્યું અવનવું, સવારે જે રોડ ડામરથી બનાવ્યો તે બપોર સુધીમાં પીગળી ગયો.

mitramnews

Leave a Comment