Mitram News
જુનાગઢતાજા સમાચારમુખ્ય સમાચાર

મેંદરડા ખાતે ક્ષત્રિય એકતા સ્વભિમાન મહારેલી નું આયોજન કરવામાં આવ્યું

મેંદરડા સાસણ રોડ થી શહીદ ભગતસિંહ ના સ્ટેચ્યુ સુધી મહારેલી કાઠી ક્ષત્રિય સમાજની યોજાઇ

તાજેતરમાં જ મેંદરડા ખાતે ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ્ય શેખાવત જૂનાગઢ જિલ્લાના અધ્યક્ષ સમીરસિંહ વાળા ખાખી મઢી રામજી મંદિરના મહંત સુખરામદાસ બાપુ ઘણી સેનાના પ્રમુખ ચાપરાજભાઈ જેબલિયા સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો કોઈ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નિજાયઠળ દિપાલી પાર્ક શાસન રોડથી લઈ અને જુનાગઢ બાયપાસ રોડ પર આવેલ શહીદ ભગતસિંહજી ના સ્ટેચ્યુ સુધીમાં રેલી યોજાઇ આ રેલીમાં મેંદરડા તાલુકાના કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા આ રેલીમાં ઘોડા બાઈક ફોરવીલ કાર સહિતના સાથે ભવ્ય રેલી મેંદરડાની બજારો માંથી પસાર થઈ હતી આગેવાનો દ્વારા આ રેલીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ વખત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવત મેંદરડા ખાતે પહોંચ્યા હોય ત્યારે તેમનું ભવ્ય સ્વાગત મેંદરડા તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું અને ભવ્ય મહા રેલી નું આયોજન મેંદરડામાં સૌપ્રથમવાર કરાયું

Related posts

મોટા સમાચાર / SBI સિવાય તમામ સરકારી બેંકો ખાનગી હાથોમાં જશે! ખાનગીકરણ પર જાણો સૌથી મોટી અપડેટ

mitramnews

લગ્ન માટે મેટ્રિમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધી રહ્યાં છો? તો આ બાબતોનું ધ્યાન રાખો.

mitramnews

સુરતમાં ચોરી કરી ‘બંટી-બબલી’ નેપાળ ભાગ્યા, 14 વર્ષ બાદ મુંબઈથી ઝડપાયા.

mitramnews

Leave a Comment