ઓવૈસીએ ટ્વીટ કરીને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાને પૂછ્યું હતું કે, શોપિયાં અને પુલવામામાં સિનેમા હોલ ખોલવામાં આવ્યા છે, પરંતુ શ્રીનગર જામિયા મસ્જિદ દર શુક્રવારે બંધ કેમ છે?
શ્રીનગર પોલીસે જવાબ આપ્યો
ઓવૈસીનું આ નિવેદન ખૂબ વાયરલ થયું હતું અને આને લઈને જમ્મુ-કાશ્મીર પ્રશાસન પર પણ સવાલો ઉભા થયા હતા. આના થોડા સમય બાદ શ્રીનગર પોલીસ દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે જણાવ્યું કે જામિયા મસ્જિદ સંપૂર્ણપણે ખુલ્લી છે. એને માત્ર ત્રણ પ્રસંગો કોરોના પછી, કાયદો અને વ્યવસ્થાને લઈને અને આતંકવાદી હુમલાના ખતરાને કારણે અસ્થાયી રીતે બંધ કરવામાં આવી હતી. આ દરમિયાન શુક્રવારની નમાજ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જામિયાના અધિકારીઓએ અંદરની ઘટનાઓની જવાબદારી લેવાનો ઇનકાર કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દૂર રહેવું એ અજ્ઞાનતાનું બહાનું નથી.
ઘણા દાયકાઓથી બંધ હતા સિનેમા હોલ
તમને જણાવી દઈએ કે વર્ષ 1990 પછી હવે પહેલીવાર જમ્મુ-કાશ્મીરમાં સિનેમા હોલ ખોલવામાં આવી રહ્યા છે. કાશ્મીરમાં ત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે તમામ સિનેમા હોલ બંધ કરી દેવામાં આવ્યા હતા. આ પછી પ્રયાસો થયા, પરંતુ આતંકવાદી ઘટનાઓને કારણે સિનેમા હોલ ખુલી શક્યા નહીં. એવું જોવા મળ્યું કે સિનેમા હોલ આતંકવાદીઓના નિશાન પર રહ્યા. જેના કારણે છેલ્લા કેટલાક દાયકાઓથી સિનેમા હોલ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા હતા. હવે કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સેનાનું આક્રમક ઓપરેશન ચાલી રહ્યું છે, તેથી પ્રશાસન દ્વારા આ પહેલ કરવામાં આવી છે.