Mitram News
તાજા સમાચારપોરબંદરમુખ્ય સમાચાર

પોરબંદરમાં ડ્રેજિંગના નામે રેતીચોરીનું કૌંભાડ : માછીમારોના સળગતા પ્રશ્નો માટે મહિલા કોંગ્રેસ દ્વારા મહારેલી અને ધરણાનું આયોજન

પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન હિરાલાલભાઇ શિયાળ પણ ઉપસ્થિત રહેશે.

પોરબંદર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભારતીબેન ગોહેલ તથા શહેર કોંગ્રેસ પ્રમુખ હંસાબેન તુંબડીયા અને પ્રદેશ મહિલા કોંગ્રેસના મંત્રી મણિબેન દાનુભાઇ ઓડેદરાએ જણાવ્યું છે કે ગુજરાતમાં ભાજપનું શાસન આવ્યા પછી માછીમારોને મળતું બલ્ક ડીઝલ રૂ।.૧૦૦  એ પહોંચી ગયું છે. કોંગ્રેસના શાસનમાં જ પેટ્રોલ પમ્પ ઉપર જ ડીઝલ ઉપર અપાતી સબસીડી બાદ કરીને માછીમારોને આપવામાં આવતી હતી. જે પુન શરૂ કરવું જોઇએ, ભાજપ આવ્યા પછી માછીમારોને પમ્પ ઉપર પૂરા પૈસા ચુકવવા પડે છે. વર્ષ દિવસ સુધી સબસીડીના પૈસા માછીમારોને આપવામાં આવતા નથી તેથી માછીમારોને નાણાકીય તકલીફો બહુ જ પડે છે.

પોરબંદર શહેરમાં માછીમારોના સળગતા પ્રશ્નો માટે મહિલા કોંગ્રેસ મહારેલી, ધરણા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્્યું છે. જેમાં માછીમાર ભાઇઓને જોડાવાની અપીલ કરવામાં આવી હતી. માછીમારોની આ વિવિધ સમસ્યાનું નિરાકરણ નહીં થતા તા.ર૩ને શુક્રવારે બપોરે ૪-૩૦ કલાકે ખારવાવાડમાં આવેલ જૂ ફળિયા ખાતે મહારેલી અને ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન હિરાલાલભાઇ શિયાળ પણ ઉપસ્થિત રહેશે. માછીમારોના પ્રશ્ને આયોજિત આ કાર્યક્રમ પૂર્વે કોંગ્રેસે એવા આક્ષેપો કર્યા છે કે પોરબંદરમાં ડે્રજીંગના નામે રેતીચોરીનું કૌંભાડ આચવામાં આવી રહ્યું છે.
પોરબંદર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભારતીબેન ગોહેલ તથા શહેર કોંગ્રેસ પ્રમુખ હંસાબેન તુંબડીયા અને પ્રદેશ મહિલા કોંગ્રેસના મંત્રી મણિબેન દાનુભાઇ ઓડેદરાએ જણાવ્યું છે કે ગુજરાતમાં ભાજપનું શાસન આવ્યા પછી માછીમારોને મળતું બલ્ક ડીઝલ રૂ।.૧૦૦  એ પહોંચી ગયું છે. કોંગ્રેસના શાસનમાં જ પેટ્રોલ પમ્પ ઉપર જ ડીઝલ ઉપર અપાતી સબસીડી બાદ કરીને માછીમારોને આપવામાં આવતી હતી. જે પુન શરૂ કરવું જોઇએ, ભાજપ આવ્યા પછી માછીમારોને પમ્પ ઉપર પૂરા પૈસા ચુકવવા પડે છે. વર્ષ દિવસ સુધી સબસીડીના પૈસા માછીમારોને આપવામાં આવતા નથી તેથી માછીમારોને નાણાકીય તકલીફો બહુ જ પડે છે. માછીમારોની આ વિવિધ સમસ્યાઓનું નિરાકરણ નહીં થતા તા.૨૩ને શુક્રવારે બપોરે ૪:૩૦ કલાકે ખારવાવાડમાં આવેલા ઝુ ફળિયા ખાતે મહારેલી અને ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયા અને કોંગ્રેસના વરિષ્ઠ આવેવાન હીરાલાલભાઇ શિયાળ પણ ઉપસ્થિત રહેશે તથા ફીશરીઝ કમીશ્નરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. પોરબંદર શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા આક્ષેપ કરી જણાવાયું છે કે કોંગ્રેસના સમયમાં ડે્રજીંગ ગુજરાત મેરીટાઇમ બોર્ડના ડે્રજર દ્વારા નિયમિત કરાતું હતું પરંતુ બાબુભાઇ બોખીરિયા મત્સ્યોદ્યોગ મંત્રી થયા પછી અમુકના લાભાર્થે પ્રાઇવેટ કોન્ટ્રાકટર પાસે ઘણા વર્ષ પછી ડે્રજીંગ કામ શરૂ કરાવ્યું છે. ડે્રજીંગ જે જગ્યાએ કરવાનું છે તે જગ્યાને બદલે અન્ય જગ્યાએથી રેતી ઉપાડીને વેચવામાં આવી રહી છે તેવો ગંભીર આક્ષેપ કરી ઉમેર્યુ છે કે જેથી કરીને ફિશીંગ બોટોને અવર-જવર કરવામાં નુકશાનો ભોગ બની રહી છે. ડે્રજીંગ કરેલી રેતી વેચવાનું ભાજપનું મોટું કૌભાંડ છે, અર્જુનભાઇ મોઢવાડીયા જયારે ધારાસભ્ય હતા ત્યારે બંદર વિસ્તારમાં લાઇટ માટે નાખેલ ટાવરો બંધ હાલતમાં છે. જુની એ.સી.સી. એરીયામાં કુબેર ક્રશરની બાજુના એરીયામાં લાઇટ ન હોવાથી બોટમાં ચોરીના બહુજ બનાવો બને છે. કોંગ્રેસના શાસનમાં બોટોને લાઇફ ટાઇમ લાયસન્સ આપવામાં આવતા હતા તે હવે દર ૩ વર્ષે રીન્યુ કરાવવા પડે છે. રીન્યુ માટેની સત્તા વેરાવળ આપેલ છે. લાયસન્સ ફી પણ ભાજપે અનેક ગણી કરી નાખી છે. ભાજપ આવ્યા પછી બોટોને આવવા જવા માટે ઓનલાઇન એન્ટ્રી સીસ્ટમ કરી નાખી છે. ૭૦% માછીમારો અભણ છે અને સર્વર ડાઉન હોવાને કારણે ઓનલાઇનમાં તકલીફ પડે છે. માછીમારોને ખોટા દંડ ભરવા પડે છે. ઓનલાઇન સીસ્ટમ તાત્કાલિક રદ કરવી જોઇએ. સાગરખેડૂઓ ૪ થી ૫ લાખ રૂપિયાનો ખર્ચ કરીને બોટને ફિશીંગમાં મોકલતા હોય છે. માછીમારોને કુદરતી આફતોના કારણે પણ મોટુ નુકશાન વેઠવાનો વારો આવી રહ્યો છે. કોંગ્રેસની સરકારમાં અગાઉ માછીમારોના દેવા માફી કરવામાં આવી છે. પરંતુ ભાજપ સરકાર આવી ત્યારથી માછીમારોની મુશ્કેલીમાં વધારો થયો છે તેવા પણ આક્ષેપો કોંગ્રેસે કર્યા છે.

Related posts

જૂનાગઢમાં ખાડારાજ: અક્ષર મંદિર થી મધુરમ તરફના રસ્તાને તોડવાનું શરૂ

mitramnews

તાઇવાન પર ચાઇનીઝ હેકર્સ દ્વારા સાયબર એટેક, 10 કલાક સુધી ઓફિશિયલ વેબસાઇટ પર લહેરાતો ચીનનો ધ્વજ

mitramnews

બારડોલીના વધાવાથી જુગાર રમતા ચાર પકડાયા, પોલીસની રેડ જોઈ દસ નાસી છૂટ્યા

mitramnews

Leave a Comment