Mitram News
ધર્મ-યાત્રા-પ્રવાસપોરબંદરમુખ્ય સમાચાર

ગાંધીજીની સ્મૃતિની અહીંના તંત્રને અને પાલિકાના શાસકોને કોઈ જ દરકાર નથી તેમ જણાવીને પોરબંદર કોંગ્રેસ ભારે આક્રોશ સાથે મુખ્યમંત્રીને રજૂઆત

પોરબંદર આવતા પ્રવાસીઓ માટે ગાંધીભૂમિની સ્મૃતિ અમર રહે તેવા હેતુ સાથે ઘૂઘવતા સાગરકાંઠે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ગાંધીસ્મૃતિ ભવન બનાવવામાં આવ્યું હતું જેમાં સાડા ત્રણ કરોડના ખર્ચે લેસર-શો બનાવવામાં આવ્યો હતો અહીંનો વિકાસ માત્ર કાગળ ઉપર જ થયો છે ગાંધીજીની સ્મૃતિની અહીંના તંત્રને અને પાલિકાના શાસકોને કોઈ જ દરકાર નથી તેમ જણાવીને પોરબંદર કોંગ્રેસ ભારે આક્રોશ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને મોદીના હાથે લોકાર્પણ થયેલ આ લેસર શો ગાંધી જયંતિથી શરૂ કરવો જોઈએ તેવી માંગણી પણ કરી છે.પોરબંદર કોંગ્રેસના સિનીયર આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી રામભાઇ મોઢવાડિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, યાત્રાધામ પોરબંદર ગાંધીજીની પવિત્ર જન્મભૂમિ છે કે જ્યાં નિયમિત રીતે હજારો પ્રવાસીઓ ફરવા માટે ઉમટી પડે છે પ્રવાસીઓ બાપુની યાદ પોતાની સાથે લઈ જાય તે માટે ચોપાટી પર કરોડો રૂપિયાના ખર્ચે ગાંધીસ્મૃતિ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ત્યાં મ્યુઝિયમ પુસ્તકાલય અને નગરપાલિકાના તંત્રના સહયોગથી સાડા ત્રણ કરોડના ખર્ચે લેસર-શો શરૂ કરવામાં આવ્યો હતો અને લેસર શોમાં ગાંધીજીની સ્મૃતિ અમર રહે તેવા દરેક પ્રસંગોને સાંકળીને અદભુત લાઇટિંગ અને સાઉન્ડ સાથેનો લેસર શોપ્રવાસીઓમાટે જ નહીં પરંતુ સ્થાનિક પોરબંદરવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્રબિંદુ હતો પરંતુ તેની જાળવણી કરવામાં અને સુવ્યવસ્થિત આયોજન માટે તંત્ર બેદરકારી રૂખવતા લેસર-શો છેલ્લા અઢી વર્ષથી બંધ થઈ ગયો છે તેમ જણાવીને રામભાઈ મોઢવાડિયાએ ઉમેર્યું છે કે દેશ અને વિદેશથી પ્રવાસીઓ ગાંધીજીના જીવન અને વિચારોને જાણવા માટે ઉત્સાહ અને ઉમંગભેર પોરબંદર આવે છે પરંતુ ગાંધીજીના જીવન અને કવન પ્રસ્તુત કરતોલેસર-શો છેલ્લા અઢી વર્ષથી બંધ હાલતમાં હોવાથી પ્રવાસીઓ નિરાશ થઈને પાછા ફરે છે. બા અને બાપુ ની યાદ અમર રહે તેવું આ સ્મારક ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે.

તંત્ર તેમનો કનકાઈ મંદિર સામેનો દરવાજો અને ચોપાટી પર આવેલો દરવાજો ખોલતું નથી લાખો રૂપિયાના ખર્ચે વાવેલી લોન પણ સુકાઈ ગઈ છે તથા મ્યુઝિયમ અને પુસ્તકાલય ધૂળધાણી થઈ ગયા છે. લાઇટિંગની વ્યવસ્થા અને વૃક્ષોને પાણી અપાતું હતું તે પાઈપલાઈન તૂટી ગઈ છે તંત્ર દ્વારા આ સ્મારકની જાળવણી ॥ કરવામાં આવતી ન હોવાથી આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે પ્રજાના પરસેવાની કરોડો રૂપિયાની કમાણી વેડફાઈ ગઈ છે વડાપ્રધાન મોદી જ્યારે – ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ ગાંધીસ્મૃતિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ ધીમે-ધીમે જાળવણીના અભાવે અહીંની તમામ સુવિધાઓ બંધ થઈ ॥ ગઈ છે માટે પ્રવાસીઓ અને । ગાંધીવાદીઓનું દિલ દુભાય રહ્યું છે ॥ ગાંધી જન્મ જયંતીથી લેસર-શો ચાલુ કરવા કોંગ્રેસે માંગ કરી છે.

Related posts

ડોનાલ્ડ ટ્રમ્પે પસંદ કર્યા ભારતના આ 4 શહેર, કરવા જઈ રહ્યા છે આ કામ!

mitramnews

ફાઉન્ટનહેડ સ્કુલ ની બસ સાથે મહિલા કર ચાલકનો અકસ્માત

mitramnews

શિયાળામાં આ વિટામિનની ઉણપનું જોખમ વધી જાય છે, રોગપ્રતિકારક શક્તિ-હાડકાના સ્વાસ્થ્યને અસર થઈ શકે છે

mitramnews

Leave a Comment