અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ (AEL)ની સંપૂર્ણ માલિકીની પેટા કંપનીઓ બદાઉન હરદોઈ રોડ પ્રાઈવેટ લિમિટેડ (BHRPL), હરદોઈ ઉન્નાવ રોડ પ્રાઈવેટ લિમિટેડ (HURPL) અને ઉન્નાવ પ્રયાગરાજ રોડ પ્રાઈવેટ લિમિટેડ (UPRPL) એ છ લેન ગ્રીનફિલ્ડ ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટ આધારિત PPP મોડ માટે નાણાકીય બંધ કરી દીધું છે. આ સિક્સ લેન આઠ લેન સુધી વિસ્તરણ કરી શકાશે. આમાં ગ્રેસ પીરિયડ 30 વર્ષનો રહેશે. આ માટે કન્સેશન પિરિયડ 30 વર્ષનો હશે, જેમાં ત્રણ વર્ષનો કન્સ્ટ્રક્શન પિરિયડ સહિત છ વર્ષના ટ્રાફિક લિન્ક એક્સટેન્શનની જોગવાઈનો સમાવેશ થાય છે.
ગંગા એક્સપ્રેસ વે મેરઠને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ સાથે જોડશે. DBFOT (ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ, ટ્રાન્સફર) ધોરણે અમલમાં મુકાતો આ ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે હશે. તેની 594 કિમી લંબાઈમાં, AEL બુદૌનથી પ્રયાગરાજ સુધી 464 કિમીનું નિર્માણ કરશે જેમાં 80% એક્સપ્રેસવે પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડના રોડ બિઝનેસના સીઈઓ કે.પી. મહેશ્વરીએ જણાવ્યું હતું કે, “ભારત રેકોર્ડ ગતિએ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યું છે, જેની તેને તેના વિકાસ માટે જરૂર છે અને અમારે સમગ્ર દેશમાં ખૂબ જ જરૂરી રોડ કનેક્ટિવિટી પૂરી પાડવાની જરૂર છે. ‘
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટ્સ (BHRPL, HURPL અને UPRPL) માટે INR 10,238 કરોડની સમગ્ર લોન જરૂરિયાતની રૂપરેખા આપી છે. SBIની આ સુવિધા સાથે અમે અમારા દેશ અને યુપી રાજ્યને વધુ એક ઐતિહાસિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવાની દિશામાં એક ડગલું આગળ વધ્યા છીએ.
AELના રોડ કન્સ્ટ્રક્શન પોર્ટફોલિયોમાં 18 પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. તે 6,400 લેન કિલોમીટરથી વધુનું વિસ્તરણ ધરાવે છે. તેની એસેટ વેલ્યુ લગભગ 44,000 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટ્સ ભારતના દસ રાજ્યો ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, કેરળ, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ફેલાયેલા છે. પોર્ટફોલિયોમાં HAM (હાઇબ્રિડ એન્યુઇટી મોડ), TOT (ટોલ-ઓપરેટ-ટ્રાન્સફર) અને BOT (બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર) પ્રકારની અસ્કયામતોનું મિશ્રણ છે.