Mitram News
તાજા સમાચારભરૂચમુખ્ય સમાચારસતર્ક મિત્રમ

ઇકો ગાડીનું સાઈલેન્સર ચોરતી ટોળકી સક્રિય પાર્ક કરેલી ગાડીઓમાથી રાત્રીના સમયે સાઈલેન્સરોની ચોરી

ભરૂચના આમોદ નગર મા  ઘર આંગણે પાર્ક કરેલી ગાડીઓમાથી  રાત્રીના સમયે સાઈલેન્સરોની ચોરી

ભરૂચ  જિલ્લાના  આમોદ નગરમાં ઘર આંગણે પાર્ક કરેલી ઇકો ગાડીના સાઈલેન્સરોની ચોરીના બનાવો બનતાં નગરજનોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.સાઈલેન્સર ચોર ટોળકી સક્રિય હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેથી પોલીસ  નાઈટ પેટ્રોલીંગ  સધન બનાવી આવા ચોરોને તાત્કાલિક જેર કરે તેવી માગ બળવત્તર બની છે.

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદમાં ગણેશ નગરમાં રહેતા અર્પિત હરેન્દ્ર પઢીયારની ઇકો ગાડી ઘર આંગણે પાર્ક કરેલી હતી ત્યારે રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઇકો ગાડીનું સાઈલેન્સર ચોરી ગયા હતા.તેમજ  ગુજરાત સોસાયટીમાં રહેતા યુસુફ રહીમ જાદવની ઇકો ગાડી સવારે આછોદ ચોકડી પાસે પાર્ક કરેલી હતી. ત્યારે મળસ્કે કોઈ અજાણ્યા ચોર સાઈલેન્સર ચોરી ગયા હતાં.આમ એક જ રાત્રીમાં બે ઇકો ગાડીમાંથી સાઈલેન્સર ચોરીના બનાવો બનતાં પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે સવાલો ઉભા થયા છે.આમોદ પોલીસ મથકે ઇકો ગાડીમાંથી સાઈલેન્સર ચોરીના બનાવો બાબતે બે અલગ અલગ ફરિયાદ નોંધાઇ હતી.
વલીભાઇ બાબરીઆ.ભરૂચ

Related posts

“PACS અને CSC ના જોડાવાથી, સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન મોદીના બે સંકલ્પો એકસાથે પૂર્ણ થઈ રહ્યા છે:” કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

cradmin

ભારત શ્રીલંકાનું સૌથી મોટું ઋણદાતા બન્યું, અત્યાર સુધી $37.69 મિલિયનું ઋણ આપવામાં આવ્યું, ચીને પીઠ ફેરવી લીધી

mitramnews

ગોઝારા અકસ્માતના હચમચાવે એવા CCTV, બેકાબૂ કારચાલકે લારીવાળા 22 વર્ષીય યુવકને ટક્કર મારતા હવામાં ફંગોળાયો, થયું કરૂણ મોત

mitramnews

Leave a Comment