100થી વધુ કાર્યકરો સત્યાગ્રહણ છાવણી ખાતે ઘરણા પર બેઠા હતા તેમની અટકાત
અર્બુદા સેના દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા અને વિરોધ પ્રદર્શન થયું હતું. કેસ પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે અર્બુદા સેનાના કાર્યકરોએ મંજૂરી વિના આ પ્રદર્શન યોજ્યું હતું. હાઈકોર્ટમાં એક તરફ સુનાવણી આ મામલે સંભળાવવામાં આવી શકે છે ત્યારે બીજી તરફ ગાંધીનગરમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.
પરંતુ મંજૂરી ના હોવાથી પોલીસે એક પછી એક કાર્યકરોની અટકાયત શરુ કરી છે. જેલ ભરો આંદલ અર્બુદા સેનાના કાર્યકરો કરી રહ્યા છે. 100થી વધુ કાર્યકરો સત્યાગ્રહણ છાવણી ખાતે ઘરણા પર બેઠા હતા. આ પહેલા મહેસાણા જિલ્લામાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં એસીબીની ઓફિસ પાસે પણ ધરણા યોજવામાં આવ્યા હતા. ત્યારે વિપુલ ચૌધરીને જેલ મુક્ત કરો તેવા નારા પણ લગાવ્યા હતા.750 કરોડના કૌભાંડ મામલે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અટકાયત કરવામાં આવી છે.