રાજનૈતિક કિન્નાખોરીમાં પોતાની ઉપર ખોટો કેસ થયો હોવાની હાઇકોર્ટમાં અરજી કરી હતી.
320 કરોડની છેતરપિંડીના કેસમાં મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સામે જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. વિપુલ ચૌધરીની સાથે તેમના સીએ એવા શૈલેષ પરીખ સામે પણ ગુન્હો નોંધાયો હતો.
હાલ જેલમાં બંધ શૈલેષ પરીખને મોટી રાહત આપતાં હાઈકોર્ટે શૈલેષ પરીખની જામીન અરજી મંજુર કરી દીધી છે પરંતુ રાજનૈતિક કિન્નાખોરીમાં પોતાની ઉપર ખોટો કેસ થયો હોવાની હાઇકોર્ટમાં અરજી થતા આ જામીન અરજીને ફગાવી દેવામાં આવી છે.
વર્ષ 2015માં ચેરમેન પદેથી મુક્ત થયા બાદ સાત વર્ષના વિલંબ બાદ કરાયેલી ફરિયાદ તથ્ય વિહોણી હોવાની પણ તેમણેટ કોર્ટમાં કરાયેલી જામીન અરજીની અંદર રજૂઆત કરી હતી પરંતુ નિયમિત જામીન પર મુક્ત કરવામાં આવે તેવી વિપુલ ચૌધરીની માંગણીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. જેથી મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની મુશ્કેલીઓ વધી છે.