Mitram News
તાજા સમાચારપોરબંદરમુખ્ય સમાચારરમત ગમતસુરત

ગુજરાત માસ્ટર એથ્લેટીકસ ચેમ્પીયનશીપ-૨૦૨૨નું આયોજન ક્રિભકો નગર સુરતમાં થયેલું : પોરબંદરને દશ મેડલ મળ્યા

ગુજરાત માસ્ટર એથ્લેટીકસ ચેમ્પીયનશીપમાં પોરબંદરને દશ મેડલ મળ્યા છે જેમાં ચાર ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેળવીને સિનીયર સીટીઝનોએ ગાંધીભૂમિનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત માસ્ટર એથ્લેટીકસ ચેમ્પીયનશીપ-૨૦૨૨નું આયોજન ક્રિભકો નગર સુરતમાં થયેલું. તેમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ૩૦૦થી પણ વધુ ૩૫ વર્ષથી ૧૦૦ વર્ષ સુધીના ભાઇઓ તથા બહેનોએ ઉત્સાહથી સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ કેટેગરી તથા ઇવેન્ટમાં દમદાર દેખાવ કરી મેડલ તથા સર્ટીફિકેટ મેળવ્યા.

ખાસ કરીને પોરબંદર જિલ્લામાંથી સિનીયર સીટીઝન ૬૦ વર્ષથી ઉપરના છ વ્યક્તિઓએ પોતાના કાંડાનું જોર બતાવી દમદાર દેખાવ કરી મેડલો તથા સર્ટિફિકેટ મેળવ્યા. આ સ્પર્ધામાં આ સ્પર્ધામાં રમેશભાઇ ઝાલા ઉ.વ. ૯૩ એ ૧૦૦ મીટર લાંબી દોડમાં અને ૨૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમે વિજેતા બની બે ગોલ્ડ મેડલ પ્રામ કર્યાં. મહેન્દ્રભાઇ સુરેલીયા ઉ.વ. ૭૭ એ ૪૦૦ મીટરની દોડમાં દ્વિતીય સ્થાન મેળવી સીલ્વર મેડલ તથા ૮૦૦ મીટરની દોડમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યાં. તો રસિકભાઇ પી. પઢીયાર ઉ.વ. ૬૮એ ૧૫૦૦ મીટરની દોડમાં તૃતીય ક્રમ મેળવી બ્રોન્ઝ મેડલ તથા ૫૦૦૦ મીટરની દોડમાં તૃતીય ક્રમ મેળવી ફુલ બે બ્રોન્ઝ મેડલ પ્રામ કર્યા. તો જે. પી. મોઢવાડીયા ઉ.વ ૬૯ એ હાઇજમ્પમાં દ્વિતીય ક્રમ પ્રામ કરી સીલ્વર મેડલ અને હેમરશ્નોમાં તૃતીય ક્રમ પ્રામ કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યા, વિનોદભાઇ માંકડીયાએ ત્રિપલ જમ્પમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ તથા હાઇજમ્પમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવ્યા. કેશુભાઇ વાઘે બરછીકમાં પ્રથમ ક્રમાકે વિજેતા બની ગોલ્ડ મેડલ અને હાઇજમ્પમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી સીલ્વર મેડલ પ્રામ કર્યા હતા. આમ ચાર ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેળવીને સિનીયર સીટીઝનોએ ગાંધીભૂમિનું ગૌરવ વધાર્યું છે.

Related posts

mitramnews

પત્નીને હેરાન કરવા પતિએ અજમાવ્યો અજીબ કીમિયો! જન્મદિવસ ઊજવવા સાપુતારા લઈ ગયો, હોટેલમાં રાખી અને

mitramnews

ગુજરાત શીખ સમાજે તિરંગા સાથે ખાલિસ્તાની પ્રવૃત્તિઓનો કર્યો વિરોધ, જાણો શું કહ્યું?

mitramnews

Leave a Comment