Mitram News
તાજા સમાચારભરૂચસતર્ક મિત્રમ

ભરૂચ ના સરનાર ગામે લટકતા વીજ વાયર ના કારણે એક યુવકને કરંટ લાગતા દાજી જતા ગંભીર

ભરૂચ-સરનાર ગામ ખાતે લટકતા જીઈબી ના જીવંત વાયરો બન્યા જોખમી,વીજ કરંટ લાગતા એક વ્યક્તિ દાજ્યો

ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જીવંત વીજ વાયરો જમીન સુધી ઉતરી આવ્યા હોવાની અવારનવાર ફરિયાદો સામે આવતી હોય છે,તેવામાં ભરૂચ તાલુકાના સરનાર ગામ ખાતે જીવંત વીજ વાયર જમીન સુધી ઉતરી આવતા લોકોના જીવ ને જોખમ ઉભું થયું છે,સાથે સાથે વીજ વાયર ને અડી જતા એક યુવાન ગંભીર રીતે દાજી જતા તેને સારવાર લેવાની નોબત આવી છે,

સ્થાનિકોને જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમય થી તેઓના ગામ માં આ પ્રકારે વીજ કંપની ના જીવંત વાયરો જમીન સુધી લબરી પડ્યા છે જેને લઇ નાના બાળકો થી લઇ સ્થાનિક લોકો અને પશુ ધન માટે પણ આ વિસ્તારમાં જોખમી રીતે લટકતા વાયર નો જોખમ ઉભું થયું છે,સ્થાનિક લોકોએ મામલે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ નિંદ્રામાં રહેલું વીજ કંપની દ્વારા મામલે યોગ્ય ધ્યાન ન આપતા આખરે એક વ્યક્તિ ને કરંટ લાગતા દાજી જવા પામ્યો છે, સરનાર ગામ માં આ પ્રકારે જોખમી રીતે લટકતા વીજ વાયરો ને જો વહેલી તકે રીપેરીંગ કરી ને યોગ્ય સમારકામ નહિ કરવામાં આવે તો સ્થાનિક લોકોએ જીઈબી તંત્ર સામે આંદોલન ની પણ ચીમકી ઉચ્ચારી છે,

મહત્વની બાબત છે કે આ પ્રકારે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કંપની ના વાયરો લટકી રહ્યા હોવાની અનેક બાબતો સામે આવતી હોય છે તેવામાં જીઈબી વિભાગ ના તંત્રએ પણ યોગ્ય સમયે આ વીજ વાયરોનું સર્વે કરાવી તેને સલામતી રીતે કરવું અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે,

Related posts

Viral: Swiggy ડિલિવરી બોયે રસ્તા પર સાયકલથી જતા Zomato ડિલિવરી બોયને કરી મદદ, વીડિયોએ લોકોના દિલ જીતી લીધા

mitramnews

અમદાવાદ મણિનગર વિસ્તાર માં વંદે ગુજરાત વિકાસ યાત્રા સ્વાગત કરવા માં આવ્યું

mitramnews

અમરેલીમાં પ્રજાપતી સમાજ દ્વારા કલેકટરને બાઈક રેલી કાઢીને આવેદન આપવામાં આવ્યું હતું.

mitramnews

Leave a Comment