ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે દરેક રાજકીય પક્ષો પોતાનો પ્રચાર તેજ કરી દીધો છે અને દરેક પક્ષોએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરવાનું શરુ કરી દીધું છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી પણ પોતાના ઉમેદવારોનું લિસ્ટ ટૂંક સમયમાં જ જાહેર કરશે. આ માટે ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી ખાતે બે દિવસની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ દરેક રાજકીય પક્ષોએ પ્રચાર તેજ ગતિથી વધારી દીધો છે ત્યારે હવે રાજકીય પક્ષો માટે ટીકીટોની ફાળવવની માથાનો દુખાવો બની ગયો છે. ભરતીય જનતા પાર્ટી માટે પણ ટીકીટોની ફાળવણી મુશ્કેલ બની છે. એક સીટ માટે ઘણા દાવેદારો છે. આ ઉમેદવારોમાંથી કોને ટીકીટ આપવી અને કોની ટીકીટ કાપવી તે માટે દિલ્હી ખાતે બે દિવસની બેઠકમાં નક્કી કરવામાં આવશે.
આગામી બે દિવસ બેઠક
ગુજરાતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્યાં ઉમેદવારોને ટીકીટ આપવામાં આવે તે માટે આવતીકાલે અને 10મી તારીખ એમ બે દિવસ સુધી દિલ્હી ખાતે બેઠક યોજાશે. આ બેઠકમાં પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવારો નક્કી કરશે. આ બેઠકમાં પીએમ મોદી, રાજનાથસિંહ, અમિતશાહ, જે.પી. નડ્ડા સહિતના નેતાઓ હાજર રહેશે. આ બેઠક બાદ ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી શકે છે.
નોંધનીય છે કે ગુજરાતમાં આગામી મહિનામાં ચૂંટણી યોજાવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા નામની જાહેરાત થશે કારણકે ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મની અંતિમ તારીખ 14મી નવેંબર છે. આ માટે ભારતીય જનતા પાર્ટી 10મી તારીખે જ ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે.