જૂનાગઢમાં ભૂગર્ભ ગટરની પાઇપલાઇન નાખવા માટે શહેરના તમામ મુખ્ય રસ્તાઓને તોડી નાખવામાં આવ્યા હતા અને તેના ઢંગધડા વગરનું રીપેરીંગ કરવામાં આવ્યું હતું ચોમાસામાં આ રસ્તાઓની બિસ્માર હાલત થઈ ગઈ હતી વિધાનસભા ચૂંટણી હોવાથી લોક રોષના ભોગ ન બનવું પડે તે માટે જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના પાઇપ નાખવાનું કામ થોડા સમયથી મુલતવી રાખવામાં આવ્યું હતું અને જ્યાં રસ્તા બિસ્માર થઈ ગયા હતા તે ચૂંટણી પૂર્વે રીપેર કરવામાં આવ્યા હતા.પહેલા સિમેન્ટના પટ્ટા માર્યા બાદ તેના પર ડામર પાથરી દેવામાં આવ્યો હતો. જેની સામે અનેક સવાલ ઉઠ્યા હતા હવે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે શહેરમાં ફરી ભૂગર્ભ ગટરના પાઇપ નાખવા માટેનું કામ શરૂ થયેલું છે આજે શહેરના અક્ષર મંદિરથી મધુરમ તરફના રોડને તોડવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ રોડની બાજુમાં જગ્યા હોવા છતાં એક બાજુના રોડને વચ્ચેથી તોડવામાં આવી રહ્યો છે જેના કારણે હાલ આ રોડ વન વે કરવામાં આવ્યો છે વંથલી કેશોદ વેરાવળ માણાવદર પોરબંદર સહિતના વિસ્તારોમાં જવા માટેનો આ મુખ્ય રસ્તો છે દિવસ રાત આ રોડ ધમધમતો રહે છે પરંતુ ગટરના પાઇપ નાખવા રસ્તો તોડવામાં આવતા વાહનચાલકોને ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે અગાઉ ભૂગર્ભ ગટરના પાઇપ નાખ્યા બાદ રસ્તા રીપેર કરવામાં દાંડાઈ કરવામાં આવી હતી અને લોકોએ ભારે હેરાનગતિ ભોગવી પડી હતી ત્યારે હવે આ તોડવામાં આવેલા રોડને તાકીદે રિપેર કરવામાં આવે એવી માંગ ઉઠી છે