જંબુસર તાલુકાના કાવીના કંગમ ગામે સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપી ગામનો યુવાન ભગાડી જતા પોલીસે અપહરણ અને પોક્સો ગુનો દાખલ કર્યો..
અગાઉ પણ આરોપીના ઘરમાંથી સગીરા મળી આવ્યું હોવાના ફરિયાદમાં આક્ષેપ..
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કંગમ ગામે સગીરાને ગામનો નરાધમ લગ્નની લાલચે ભગાડી ગયો હોવાના આક્ષેપ સાથે કાવી પોલીસે સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર સામે પોકસો અને અપહરણ એક્ટ મુજબ ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે
જંબુસરના કાવી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર સગીરાને ભગાડી જનાર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે કંગમ ગામના નવીનગરીમાં રહેતો મહેન્દ્ર ઉર્ફે ઢેખો અશોક રાઠોડ ભોગ બનનારની સગીર વયની ૧૬ વર્ષીય દીકરીને પટાવી ફોસલાવી લગ્નની લાલચે ભગાડી ગયો છે અને અગાઉ પણ આરોપી મહેન્દ્ર ઉર્ફે ઢેખો અશોક રાઠોડના ઘરમાંથી સગીરા મળી આવી હતી અને તે સમયે ઝઘડો પણ થયો હોવાના આક્ષેપ કર્યા હતા અને હાલ સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો હોવાના આક્ષેપ કરતા પોલીસે આરોપી મહેન્દ્ર ઉર્ફે ઢેખો અશોક રાઠોડ સામે અપહરણની આઇપીસી કલમ તેમજ પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
સગીરા ગુમ થયાના ૬ દિવસ બાદ પોલીસે ફરિયાદ દાખલ કરી : સગીરાનો ભાઈ
મારી બેન ગુમ થયા બાદ પણ પોલીસ ફરિયાદ દાખલ કરતી નહોતી કારણ કે અને અંતે આજીજી અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કર્યા બાદ પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને સામે મારી બહેનને બગાડી જનારા દારૂ ગાળતા હોય અને પોલીસ સાથે સારા સંબંધ હોવાના કારણે અમારી ફરિયાદ લેવાતી ન હોવાના આક્ષેપ પણ સગીરાના ભાઈએ મીડિયા સમક્ષ કર્યા હતા.
પોતાની સગીરવયની દીકરી ગુમ થતા પરિવારના માથે આભ તૂટી પડ્યું હોય તેવો અનુભવ કર્યો હતો અને તાબડતો પોલીસ મથકે પહોંચ્યા તો પોલીસે ફરિયાદ પણ ન લીધી અને છ દિવસે ફરિયાદીએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા આખરે મોડે મોડે પણ પોલીસે અપહરણ અને ફરિયાદ દાખલ કરી છે પરંતુ હજુ સુધી સગીરાને કે આરોપીને શોધવાના પ્રયાસ પોલીસ ન કરતી હોવાના ફરિયાદીએ આક્ષેપ કર્યા છે