Mitram News
તાજા સમાચારધર્મ-યાત્રા-પ્રવાસમુખ્ય સમાચાર

શ્રી અરબિંદોની 150મી જન્મજયંતિના કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગથી સામેલ થયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શ્રી અરવિંદોની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડી. આ દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રેરણાદાયી સંબોધન કર્યું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી વર્ચ્યુઅલી સહભાગી થયા હતા. ઉલ્લેખનીય છે કે, અરવિંદની 150મી જન્મ જયંતિની ઉજવણીના રાજ્ય વ્યાપી આયોજન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સ્તરની સમિતીની રચના કરવામાં આવી છે.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતને કોઈ નષ્ટ કરી શકે નહીં, ભારતને કોઈ દબાવી નહીં શકે. ભારત ક્યારેય મરી શકે નહીં. તેમણે કહ્યું કે અરબિંદો એક એવું વ્યક્તિત્વ હતું જેમના જીવનમાં આધુનિક સંશોધન, રાજકીય પ્રતિકાર તેમજ બ્રહ્મબોધ હતા. તેમનું જીવન એક ભારત, શ્રેષ્ઠ ભારતનું પ્રતિબિંબ છે.

શ્રી અરવિંદોનું જીવન એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતિબિંબ છે. તેમનો જન્મ બંગાળમાં થયો હોવા છતાં, તેમણે તેમનું મોટાભાગનું જીવન ગુજરાત અને પુડુચેરીમાં વિતાવ્યું હતું. તેઓ જ્યાં પણ ગયા ત્યાં તેમણે પોતાના વ્યક્તિત્વની ઊંડી છાપ છોડી.

મહર્ષિ અરબિંદોના જીવનમાં, આપણને ભારતના આત્મા અને ભારતની વિકાસયાત્રાની મૂળભૂત ફિલસૂફી મળે છે. ભારત એ અમર બીજ છે જે પ્રતિકૂળ સંજોગોમાં થોડું દબાઈ જાય છે, થોડું સુકાઈ જાય છે, પરંતુ તે મરી શકતું નથી કારણ કે ભારત માનવ સંસ્કૃતિનો સૌથી શુદ્ધ વિચાર છે, માનવતાનો સૌથી કુદરતી અવાજ છે. જ્યારે પ્રેરણા અને ફરજ, પ્રેરણા અને ક્રિયા એક સાથે આવે છે, ત્યારે અશક્ય લક્ષ્યો પણ અનિવાર્ય બની જાય છે. આજે દેશની સફળતાઓ, દેશની સિદ્ધિઓ અને આઝાદીના સુવર્ણકાળમાં પ્રયત્નો કરવાનો દરેકનો સંકલ્પ આ હકીકતનો પુરાવો છે.

આ અવસર પર હું તમામ દેશવાસીઓને મારી શુભકામનાઓ આપું છું. શ્રી અરબિંદોની 150મી જન્મજયંતિ સમગ્ર દેશ માટે એક ઐતિહાસિક અવસર છે. તેમની પ્રેરણા અને વિચારોને આપણી નવી પેઢી સુધી પહોંચાડવા માટે દેશે આખું વર્ષ વિશેષ રીતે ઉજવવાનો સંકલ્પ લીધો હતો.

Related posts

સમર સ્પેશિયલ ટ્રેન -અમદાવાદ અને કાનપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેનથી મુસાફરોને રાહત

mitramnews

સૌથી વધુ નુકશાન થયું છે તેવા નર્મદા જિલ્લામાં કુલ ૩૪ જેટલી સર્વેક્ષણ ટીમોએ યુદ્ધના ધોરણે નુકશાન સામે સર્વેનો પ્રારંભ કર્યો

mitramnews

નાના વરાછામાં ધો.11માં ભણતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારનું હૈયાફાટ રુદન.

mitramnews

Leave a Comment