Mitram News
તાજા સમાચારમુખ્ય સમાચાર

ગુજરાતની કોમન સિવિલ કોડ લાગુ કરનારું પહેલું રાજ્ય બનાવવાની નેમ, UCC મુદ્દે ગુજરાત સરકાર ટૂંકમાં સમિતિના સભ્યોની જાહેરાત કરશે

રાજ્ય સરકારના સૂત્રો કહે છે કે શાસક પક્ષે આ મુદ્દાને ચૂંટણીમાં પોતાના પ્રચારનો મહત્ત્વનો મુદ્દો બનાવ્યો હોવાથી તેના અમલ માટે પણ ત્વરિત તૈયારીઓ કરવામાં આવી છે. આ માટે પ્રાથમિક ધોરણે સરકાર બન્યા બાદ અમુક ચર્ચા થઇ છે, અને તે અનુસાર હવે દસ દિવસમાં સમિતિના સભ્યોના નામ જાહેર કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પૂર્વે રાજ્ય સરકારે અહીં સમાન નાગરિક ધારો લાગુ કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત અન્યવે સમાન નાગરિક ધારો લાગુ કરતાં પહેલાં તેના અભ્યાસ અને અમલીકરણની સંભાવના સહિતની અન્ય બાબતો માટે એક સમિતિ બનાવાશે તેવું કહેવાયું હતું.

ગુજરાત સરકારના સૂત્રો જણાવે છે કે હવે રાજ્ય સરકાર ટૂંક સમયમાં સંભવતઃ આગામી પહેલી અથવા બીજી કેબિનેટ બેઠકમાં જ આ સમિતિના સભ્યોની નિમણૂક કરશે. રાજ્ય સરકારના સૂત્રો કહે છે કે શાસક પક્ષે આ મુદ્દાને ચૂંટણીમાં પોતાના પ્રચારનો મહત્ત્વનો મુદ્દો બનાવ્યો હોવાથી તેના અમલ માટે પણ ત્વરિત તૈયારીઓ કરવામાં આવી છે. આ માટે પ્રાથમિક ધોરણે સરકાર બન્યા બાદ અમુક ચર્ચા થઇ છે, અને તે અનુસાર હવે દસ દિવસમાં સમિતિના સભ્યોના નામ જાહેર કરવામાં આવશે. સૂત્રો તેમ પણ જણાવે છે કે ગુજરાત સરકારનું લક્ષ્યાંક દેશમાં સમાન નાગરિક ધારો લાગુ કરનારું ગુજરાત સૌથી પહેલું રાજ્ય બને તે છે. આ બાબતને જોતાં ગુજરાત સરકાર સમિતિ બન્યા બાદ તેનો પ્રાથમિક અહેવાલ સત્વરે આવી જાય તે ગણતરીએ આગળ વધી રહી છે.

આ માટે ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર સાથે પરામર્શ પણ સતત કરતી રહેશે. રાજ્યમાં તમામ ધર્મ પાળતા લોકો માટે દિવાની કાયદાઓનું એક સમાન ધોરા લાગુ થાય તેવા આશય સાથે સમાન નાગરિક ધારો લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સ૨કા૨ે તેના અભ્યાસ અને અમલીકરણ માટે પ્રારંભક અહેવાલ બનાવવા માટે જાહેર કરેલી સમિતિના અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટ અથવા ગુજરાત હાઇકોર્ટના ન્યાયધીશની નિમણૂક કરવામાં આવશે.

Related posts

ગ્રામ્ય ક્ષેત્રની અનોખી તિરંગા યાત્રા – 75 બળદગાડા સાથે નિકળી તિરંગા યાત્રા

mitramnews

રાજકોટ જિલ્લાના જસદણ શહેર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે બહેનો માટે કાયદાકીય કાનૂની માર્ગદર્શન તેમજ હ્યુમન રાઇટ્સ અને મહિલા અને બાળ વિકાસ સંગઠન સંસ્થાની માહિતી આપવામાં આવેલ.

mitramnews

પારડી ની એન. કે. દેસાઈ કોલેજ માં વેલેન્ટાઇન ડે ના રોજ અનોખું આયોજન

mitramnews

Leave a Comment