શિયાળુ વાનગીઓનો 250 કરોડથી વધુનો ગુજરાતનો ગૃહ ઉદ્યોગ બિઝનેસ કરે છે. માત્ર ગુજરાતીઓ જ નહીં પરંતુ દેશભરના મોટાભાગના રાજ્યોમાં મોટા પાયે માગ રહેવા સાથે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા તથા અન્ય દેશોમાં પણ મોટા પાયે નિકાસ વેપાર થઇ રહ્યાં છે. મોટાભાગના ગૃહ ઉદ્યોગો માત્ર શિયાળાના ત્રણ મહિના વેપાર કરી આખા વર્ષ માટેની કમાણીનું ભાથું બાંધી લે છે.
હોટેલ રેસ્ટોરન્ટમાં રજા વાર તહેવાર માં વેઈટીંગ જોવા મળતું હોય, ધરે ઘરે સવાર સાંજ 56 ભોગ બનતા હોય છે. પરંતુ શિયાળો આવતા તલ, ગોળ, ઘી, ગુંદ, અડદિયા, ખજૂર, ટોપરા વગેરેમાંથી બનતી વાનગી ની ઘરે ઘરે સોડમ પણ આવે અને રસોડામાં રહેલા ડબ્બા પણ ભરેલા જ જોવા મળે, જેમાં ધરે બનેલી વાનગીનો સ્વાદ અને બજાર માંથી ખરીદેલી અઢળક વેરાયટી બનેનું કોમ્બિનેશન જોવા મળે છે.
એકલા માત્ર ગુજરાત ની જ વાત કરીએ તો અંદાજીત ચીકી અને અડદિયા બજારમાં રૂપિયા 50 લાખ રૂપિયાથી વધુ વેપાર થઈ જતો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. વેપાર જગતનું હબ ગણાતા સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ભરમાં આ માર્કેટ માત્ર ૩ મહિના જ હોઈ છે પરંતુ ખરીદનારા આખા વર્ષનું હેલ્થ ટોનિક અને આ વેપાર જગત સાથે સંકળાયેલા વેપારીઓ ઉત્પાદકો આખા વર્ષનું વેલ્થ( આવક)નું ટોનિક મેળવે છે. જેમ ઢોકળા, થેપલા, ગાંઠિયા ની જેમ ગુજરાતની ચીકીએ વિદેશની ધરતી પર એટલી જ લોકપ્રિય છે. એન.આર. આઇ લોકોના પેકિંગ ચીકી વગર અધૂરું છે. વિદેશથી આવતા લોકો કોઈ પણ સીઝનમાં ગુજરાત આવે તો એ સ્પેશ્યલ ખરીદી કરી ને જતા હોવાનું ઉત્પાદ પ્રકાશ ભાઈ ચોંટાઈ જણાવે છે.