વેરાવળમાં રામભરોસા પોલીસ ચોકીનું ઉદ્ઘાટન જિલ્લા પોલીસ અધિક્ષકે ખુલ્લુ મુક્યું
પોલીસ અતિ આધુનિક અને લોકોના ખડે પગે પ્રશ્ન હોય તે પણ ઉકેલ કરવા માટે આ ચોકી બનાવવા માટે આવી છે . . . .
વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેકશન દરમ્યાન વેરાવળ સીટી પોલીસ સ્ટેશનની રીનોવેશન થયેલ રામ ભરોસા ચોકીનું પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ હતું.
વેરાવળ સીટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના લાધેલા, આરાધના, ચાર ચોક, સટ્ટાબજાર જેવા અતિસંવેદનશીલ વિસ્તારોનો કાયદો અને વ્યવસ્થા સુચારૂ રૂપે જાળવવા સારૂ રામ ભરોસા પોલીસ ચોકી ઘણા વર્ષોથી જર્જરીત હાલતમાં હતી. પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ કાયદો અને વ્યવસ્થા જાળવવા સબબ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી શકે તેવી હાલતમા ચોકી કાર્યરત કરવાના હેતુથી સંપૂર્ણ નવીનીકરણ કરવામાં આવ્યું. વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.ઇશરાણીના માર્ગદર્શન તથા સૂચનો પ્રમાણે રામભરોસા ચોકી પી.એસ.આઇ. આર.એચ.સુવા તથા રામભરોસા પોલીસ ચોકી ખાતે કામ કરતા પોલીસ કર્મચારીઓની મહેનત તથા જહેમતથી લોકભાગીદારી દ્વારા રામભરોસા પોલીસ ચોકીનું સંપૂર્ણ રીનોવેશન કરવામાં આવ્યું હતું.