Mitram News
તાજા સમાચારભાવનગરમુખ્ય સમાચાર

શિહોર પોલીસ SHE TEAM દ્વારા મહિલા સાથે બનતા જાતિયસતામણી અંગે જાગૃતિ લાવવા નવતર પ્રયાસ હાથ ધરાયો

વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓને મુંઝવતા પ્રશ્નો અંગે ચર્ચા કરી તેઓને હાલમાં ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા;શી ટીમની રચના કરવામાં આવેલ તેના બાબતે જાણકારી આપી માહિતગાર કરવામાં આવેલ છે..

શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્કૂલ/કોલેજો માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ તથા નોકરીઓના સ્થળે મહિલાઓ સાથે બનતા જાતીય સતામણીના બનાવો બનતા હોય છે પરંતુ ઘણીવાર મહિલાઓ સમાજમાં પોતાની બદનામી થવાના ડરથી કે ઘણા આવારા તત્વોની બીકના કારણે પોતાની મૂઝવણો અંગેના પ્રશ્નોએ વાચા આપી શકતી નથી જેનાથી મહિલાઓને આત્મહત્યા કરવા મજબૂર થવુ પડે અને આત્મહત્યા ના બનાવ પણ બને છે આવા બનાવો બનતા અટકાવવા અને મહિલાઓ પોતાના પ્રશ્નો ઉજાગર કરી તોઓને મૂંઝવતા પ્રશ્નોને વાચા આપી કોઇ પણ ડર વિના પોલીસનો સંપર્ક કરી જાણ કરી શકે તે અંગે જાગૃતિ લાવવા સારૂ ભાવનગર રેન્જના આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબના માર્ગદર્શન દ્વારા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર પટેલ સાહેબની સુચનાથી પાલીતાણા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી મિહીર બારીયા સાહેબના દ્વારા આપવામાં આવેલ સૂચના અન્વયે શિહોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી એચ.જી.ભરવાડ દ્વારા શિહોર પો.સ્ટે.ની SHE TEAM દ્વારા નવતર પ્રયાસ કરી શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારની શાળાઓ/કોલેજોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ તથા નોકરીઓના સ્થળે મહિલાઓ સાથે બનતા જાતીય સતામણીના બનાવો અંગે મહિલાઓ પોતાને મૂઝવણો અંગેના પ્રશ્નોએ વાચા આપી શકે અને મહિલાઓને આત્મહત્યા કરવા મજબૂર થવુ ન પડે અને મહિલાઓ ભય મુકત બની પોતાના પ્રશ્નો ઉજાગર કરી શકે તે અંગે જાગૃતિ લાવવા શાળાઓ/કોલેજોમાં સેમિનાર તેમજ માર્ગદર્શન શિબીરનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ શિહોર તાલુકાના વળાવડ ગામની શ્રી પ્રાથમિક શાળા ખાતે જઇને શાળાના આચાર્ય સાહેબશ્રી પદમાબેન મારવાડી તથા શાળાના અન્ય સ્ટાફની ઉપસ્થિતિમાં સેમિનારનું આયોજન કરી શાળામાં અભ્યાસ કરતી ૪૫ વિદ્યાર્થીનીઓ સ્ત્રી અત્યાચાર અને જાતીય સતામણી અંગે મૂંઝવતા પ્રશ્નો અંગે વાચા આપી પોલીસ ને જાણ કરવા અને આત્મહત્યાના બનાવો બનતા અટકાવવા જાગૃતિ લાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓને મુંઝવતા પ્રશ્નો અંગે ચર્ચા કરી તેઓને હાલમાં ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા “શી ટીમ” ની રચના કરવામાં આવેલ તેના બાબતે જાણકારી આપી માહિતગાર કરવામાં આવેલ છે.

Related posts

વાપીમાં કનુભાઈ દેસાઈના હસ્તે સેન્ટર ફોર એક્સીલન્સ ખાતે 40 કિલોવોટ ના સોલાર સિસ્ટમનું ઉદ્ઘાટન, વર્ષે 3.20 લાખ ની વીજ બચત

mitramnews

યૂક્રેન પ્રસ્તાવ પર ભારત રહ્યું મતદાનથી દૂર, પૂછ્યો વિશ્વને અરીસો બતાવતો સવાલ

mitramnews

અદાણી ગૃપને ‘ગંગા એક્સપ્રેસવે નિર્માણ’ માટે નાણાંકીય ક્લોઝર મળ્યું, જાણો સંપૂર્ણ વિગતો

mitramnews

Leave a Comment