આ કોરિડોર અંતર્ગત ભગવાન શ્રી કૃષ્ણની વિશ્વની સૌથી મોટી પ્રતિમા, 3D ઇમર્સિવ અર્થાત કાલ્પનિક-દુનિયાનો વાસ્તવિક અનુભવ, શ્રીમદ ભગવદગીતા એક્સપિરિયન્સ ઝોન તથા વિલુપ્ત દ્વારકા નગરીની વ્યૂંઇગ ગેલરીના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા કોરિડોરના ફેઝ-1ના નિર્માણકાર્યનું 7 મી સપ્ટેમ્બર 2023ની જનમાષ્ટમી સુધીમાં ભૂમિપૂજન કરવામાં આવશે
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે દેવભૂમિ દ્વારા કોરિડોર સંદર્ભે અગત્યની જાહેરાત કરતા જણાવ્યું કે, દેવભૂમિ દ્વારા પશ્ચિમ ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બને તો માટે રાજ્ય સરકારે દેવભૂમિ દ્વારકા કોરિડોર બનાવવાનો સંકલ્પ કર્યો છે. જે અંતર્ગત ભગવાન કૃષ્ણની વિશ્વની સૌથી મોટી પ્રતિમા, 3D ઇમર્સિવ અર્થાત (કાલ્પનિક-દુનિયાનો વાસ્તવિક અનુભવ) શ્રીમદ ભગવદગીતા એક્સપિરિયન્સ ઝોન તથા વિલુપ્ત દ્વારકા નગરીની વ્યૂંઇગ ગેલરીના નિર્માણની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરીને 7મી સપ્ટેમ્બર 2023ની જનમાષ્ટમી પહેલા ફેઝ-1 કાર્યનું ભૂમિ પૂજન કરવાના લક્ષ્ય સાથે આયોજન અને ડિઝાઇનનું કામ શરૂ કરવામાં આવશે. તે માટેનું સુનિયોજીત વ્યવસ્થાપન તૈયાર કરવા મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં સિનિયર સચિવશ્રીઓની એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવનાર છે.