ઉલ્લેખનીય છે કે, જસા બારડ અને દિલીપ બારડે સુત્રાપરામાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં થયેલા બાંધકામ સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ સાથે જે જગ્યામાં આવેલી સરકારી કચેરીઓનું ભાડું ટ્રસ્ટમાં જમા કરાવવામાં આવ્યું હતું તેનું ભાડું સરકારને જમા કરાવવાનો આદેશ કરાયો છે.
નોંધનીય છે કે સરકાર દ્વારા રમતગમત માટે જમીન ફાળવવામાં આવી છે, જોકે ગીર સોમનાથના સુત્રાપાડામાં વર્ષો પહેલા રમત માટે એજ્યુકેશન ટ્રસ્ટને ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે મળતી વિગતો અનુસાર RTI પણ કરવામાં આવી હતી અને તેમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. RTIમાં જાણવા મળ્યું કે, અહીં સ્પોર્ટસને બદલે કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, જસા બારડ અને દિલીપ બારડે સુત્રાપાડામાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં થયેલા બાંધકામ સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજદારે કોર્ટ સમક્ષ રજુઆત કરી હતી કે, જસા બારડે ગેરકાયદેસર રીતે કોમર્શિયલ કોમ્પ્લેક્ષનું બનાવીને ગેરકાયદેસર રીતે 45 જેટલી દુકાનો ઉભી કરી છે. તેમ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.