સીએમ ભૂપેન્દ્ર પટેલ ફરીથી નવી સરકાર બન્યા બાદ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર જિલ્લાના માણસાના ગામમાં સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. ખાસ કરીને પંચાયત અને આંગણવાડીની અંદર શું વ્યવસ્થા છે. જે કામગિરી છે તે યોગ્ય ચાલી રહી છે કે કેમ તેને લઈને તેમણે આ સરપ્રાઈઝ વિટીઝ લીધી.
સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા અગાઉ પણ કેટલાક શહેરોના પરા તેમજ અન્ય ગ્રામ્ય ક્ષેત્રની સરપ્રાઈઝ વિઝીટ યોજાતી હોય છે ત્યારે તેમણે ફરી એકવાર સીએમ બનતાની સાથએ પ્રથમ વખત આ પ્રકારે સરપ્રાઈઝ વિઝીટ માણસાના બાપુપુરા ગામ ખાતે લીધી હતી.
બાપુપુરા ગામમાં સરપ્રાઈઝ વિઝીટ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે પંચાયત અને આંગણવાડીમાં આવતા બાળકોને પુરતુ આહાર અને પોષણ મળી રહે છે કે કેમ, તેને લઈને સમીક્ષા કરી હતી. અહીં હાજર સ્ટાફ સાથે પણ વાત કરી હતી. તંત્રને લગતા કેટલાક સૂચનો પણ તેઓ આ મામલે કરતા હોય છે. આ પહેલા અમદાવાદમાં સરપ્રાઈઝ વિઝીટ તેમણે કરી હતી
ખાસ કરીને દર શુક્રવારે કે શનિવારે સરપ્રાઈઝ વિઝીટ સીએમની થતી હોય છે. કેટલીક ગતિવિધીઓથી સીએમ રુબરુ જઈને વાકેફ થઈ રહ્યા છે. સીએમ જ્યારે પણ વિઝીટમાં જાય છે ત્યારે આ પ્રકારે નાના લેવલની તમામ પ્રકારની ગતિવિધીઓ સાથે પરિચય કેળવે છે જેના આધારે તેઓ અધિકારીઓ અને મંત્રીઓને પણ કેટલાક સૂચનો કરે છે. સીએમની આ મુલાકાતમાં પણ તેમણે આંગણવાડીની વાસ્તવિક પરિસ્થિતિને જાણી હતી.
ખાસ કરીને પોષણયુક્ત ખોરાક બાળકને મળે છે કે કેમ મીડ મે મીલથી લઈને ઘણી યોજના ઘણી વાર ફરીયાદો પણ મળતી હોય છે કે, યોગ્ય વ્યવસ્થા નથી મળતી ત્યારે રીયલ પરિસ્થિતિનો તાગ આ કારણે આવતો હોય છે. માણસાના બાપુપુરામાં પંચાયત તેમજ અન્ય બાબતોની સમીક્ષા સીએમ એ રુબરુ જઈને કરી હતી.