ગામમાં પૂછ્યા વગર પ્રવેશ કરશો તો વાહનને જવા દેવામાં આવશે નહીં.
આદિવાસી વિસ્તારમાં વીજ સમસ્યા મામલે આપ ધારાસભ્ય ચૈતર વસાવા વીજ કચેરી પહોંચી સમસ્યાને લઈને વીજ કર્મચારીઓનો વારો કાઢ્યો હતો. ડેડીયાપાડ આપના ધારાસભ્ય ચૈતર વસાવા વીજ સમસ્યા મામલે આકરા પાણીએ જોવા મળ્યા હતા. ટ્રાયબલ બજેટના કરોડો રુપિયા ક્યાં ગયા તેને લઈને પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા.
નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આ વખતે જીત્યા છે. પ્રથમ વખત આ વિસ્તારમાં આપના કોઈ ઘારાસભ્યને સીટ મળી છે. ચૈતર વસાવા વીજ સમસ્યા અને ખેડૂતો મામલે તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમના મતવિસ્તારમાં વીજળીની સમસ્યાને લઈને ચૈતર વસાવા વીજ કચેરી પહોંચ્યા હતા. જ્યાં તેમણે લોકોની હાજરીમાં ધારાસભ્ય પાવર બતાવ્યો હતો અનેટ વીજ કર્મીઓનો વારો કાઢ્યો હતો.
વસાવાએ આદિવાસી વિસ્તારો માટે ગ્રાન્ટથી માંડીને વીજળી કામદારોના કામ સુધીની ઢીલી નીતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કડક સ્વરમાં કહ્યું, તપાસ માટે જાગ્રત લોકો પાંચ-છ વાગ્યે ગામમાં પ્રવેશ કરે છે. ગામમાં પૂછ્યા વગર પ્રવેશ કરશો તો વાહનને જવા દેવામાં આવશે નહીં. તમારી પાસે ચેકિંગ માટે વાહનો છે સ્ટાફ છે, પરંતુ જ્યારે વીજ જોડાણ આપવાની વાત આવે છે ત્યારે તમે કહો છો કે સ્ટાફ નથી. માત્ર 20 ફૂટ સર્વિસ વાયર માટે ધક્કા ખાતા લોકો માટે પણ તેમને વાત કરી હતી.
ચૈતર વસાવાએ વીજ કર્મીઓને ખખડાવતા કહ્યું કે, 12 દિવસથી વીજળી નથી, ગામોમાં 21 ડીસેમ્બરથી વીજળી ડૂલ છે. વીજકર્મીઓ રજૂઓત છતાં ટીસી નથી બદલી દેતા. આવિસ્તારના લોકો અભણ હોવાથી અધિકારીઓ ધક્કાઓ ખવડાવે છે. આદિવાસી વિસ્તારમાં વીજ સમસ્યા જોવા મળી છે ત્યારે આ મામલે આપના ધારાસભ્યએ આકરા શબ્દોમાં આ વાત કહી હતી. આ ઉપરાંત તેમણે ખેડૂતો મામલે પણ મીડિયા સમક્ષ કહ્યું કે, કૃષિ સહાય માટે અરજી કરી છે છતાં તેનું વળતર નથી મળતું. ખેડૂતોને પણ યોગ્ય જવાબ નથી મળતો. આમ તેમણે આદિવાસીઓને આપવામાં આવતી ગ્રાન્ટને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા.