Mitram News
તાજા સમાચારમુખ્ય સમાચારરાજકીયરોજગાર મિત્રમવલસાડ

ગુજરાત સરકાર દ્વારા માત્ર તાલીમ જ નહીં પરંતુ વેપાર શરૂ કરી શકે તે માટે રૂ. 30 હજારની લોન પણ મળશે

ભારત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઈન્ડિયાની પહેલ કરવામાં આવી છે. જેના થકી રોજગારીનું સર્જન થઈ શકે અને મજબૂત ઈકોસીસ્ટમ બની શકે તેવા પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયા છે. ગુજરાત સરકારે તાલીમ બાદ લોન મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. જેના થકી મશીનરી તેમજ કાચો માલ ખરીદી ધંધો કરી શકાશે. રાજ્ય સરકારના ઉદ્યોગસાહસિકતાના ઉદેશ્યને સાકાર કરવા માટે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અરનાલા પાટી ગામમાં 29 મહિલા અને યુવતીઓને ઈકો ફ્રેન્ડલી રેક્ઝિન બેગ બનાવવાની તાલીમ આપવામાં આવી છે. આ તાલીમમાં મહિલાઓ રેક્ઝિન મટીરીયલમાંથી વિવિધ આર્ટીકલ્સ જેવા કે, શોપિંગ બેગ, પર્સ, ટ્રાવેલિંગ બેગ, શેવિંગ કીટ પાઉચ, વોટર બોટલ પાઉચ, સાઈડ પર્સ અને કોલેજ બેગ બનાવતા શીખી ગઈ છે. જેના થકી તેઓ આર્થિક રીતે પગભર બનશે.  અંભેટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ગૃહ વૈજ્ઞાનિક પ્રેમિલાબેન આહિરે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગસાહસિકતા વિકાસ ઉપર વિશેષ ભાર મુકાઈ રહ્યો છે. જેના થકી રોજગારીના દ્વાર પણ ખુલી રહ્યા છે. અહીં અરનાલા પાટી ગામમાં તાલીમ લઈ રહેલી સ્વ સહાયજૂથની 29 બહેનોને બે મહિના તાલીમ માટે રૂ. 5000 આપવામાં આવશે અને ત્યારબાદ બાજપાઈ બેંકેબલ યોજના હેઠળ રૂ. 30 હજારની સરકારી સહાય પણ મળશે.  તાલીમાર્થી સોનલબેન પટેલે જણાવ્યું કે, હું એમ.એ વીથ ઈંગ્લિશ સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ છું. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે આ તાલીમમાં ભાગ લીધો છે. તાલીમ બાદ સરકારી સહાયથી મશીનરી અને કાચો માલ મેળવી રેક્ઝિન બેગ બનાવવાની શરૂઆત કરી આત્મનિર્ભર બનીશ અને અન્ય લોકોને પણ રોજગારી મળી રહે તે દિશામાં પ્રયાસ કરીશ. સરકાર દ્વારા મળતી આ તાલીમ અમારા માટે ખૂબ જ ઉપયોગી બની છે.  ગાંધીનગરથી આવેલા ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેક્નોલોજી સંસ્થાના ઈન્સ્ટ્રક્ટર વિનોદભાઈ પંડયાએ જણાવ્યું કે, જે મહિલા-યુવતીઓ જીંદગીમાં ક્યારેય મશીન ચલાવતા શીખી ન હતી તે તેઓ માત્ર 2 મહિનાની તાલીમમાં આકર્ષક ઈકો ફ્રેન્ડલી બેગ સહિતના આર્ટીકલ બનાવતા શીખી છે. પારડી તેમજ વાપીમાં અનેક જીઆઈડીસી અને દુકાનો છે જ્યાં મહિલાઓ બેગ તેમજ ઉપયોગી વસ્તુ બનાવી વેચીને આત્મનિર્ભર બની શકે છે.

Related posts

ખેલો ઈન્ડિયા કાર્યક્રમનું અનુરાગ ઠાકુરે કર્યું ઉદઘાટન, કહ્યું- એકતાની ભાવનાને બળ મળશે

mitramnews

ઉત્તર કોરિયાના મિસાઈલ પરીક્ષણથી ચીન, જાપાનમાં રેડિયેશનનો ખતરો, 10 લાખ લોકો થઈ શકે છે પ્રભાવિત

mitramnews

મારુતિ સુઝુકીએ દેશમાં પૂરા કર્યા 40 વર્ષ, કંપનીએ લોન્ચ કર્યા Nexa કારના બ્લેક એડિશન, શું છે તેમાં ખાસ

mitramnews

Leave a Comment