Mitram News
તાજા સમાચારમુખ્ય સમાચારવીણેલા મોતીસમાજ મિત્રમસુરત

જાત મહેનત ઝિંદાબાદ : અકસ્માતમાં પગ ગુમાવ્યો હિંમત નહીં, કોઈનો સહારો બનવા કરતા બિઝનેસ શરુ કરી બન્યા આત્મનિર્ભર

વાત કરીએ એક એવા વ્યક્તિની જેણે અકસ્માતમાં પગ ગુમાવ્યો પણ હિંમત હાર્યા વગર સતત પરિસ્થતિ સાથે લડતા રહ્યા અને આજે પણ ખુમારીથી જાત મહેનત કરી જીવી રહ્યા છે અને પરિવારનું ભરણ પોષણ કરી સમાજને પ્રેરણા આપી રહ્યા છે. કોણ છે આ અડગ મનના માનવી જુઓ અમારો વિશેષ અહેવાલ વીણેલા મોતી

સુરતના ઓલપાડ ખાતે રહેતા 63 વર્ષીય નટુભાઈ પટેલની ખુમારી જોઈ પ્રેરણા મળે છે. નટુભાઈ ટ્રાન્સપોર્ટ અને કન્ટ્રકશન ના ધંધા સાથે જોડાયેલા હતા. પરંતુ આજથી 33 વર્ષ પહેલા 30 નવેમ્બર 1990 ના દિવસે તેમનો કોસાડ ખાતે અકસ્માત થયો હતો. ગંભીર અકસ્માતમાં નટુભાઈ પટેલનો જીવ તો બચી ગયો પણ પોતાનો એક પગ ગુમાવવાનો વારો આવ્યો હતો. અકસ્માત બાદ નટુભાઈ ચિંતામાં હતા. હવે પગ વગર પરિવારનું ભરણ પોષણ કેવી રીતે થશે સતત ચિંતા તેમને સતાવતી હતી. પરંતુ અડગ મનના નટુભાઈ હિંમત હાર્યા વગર પરિસ્થતિ સાથે લડતા રહ્યા. પોતાનો જૂનો ધંધો ટ્રાન્સપોર્ટ અને કંટ્રકશનનો છોડીને મસાલાનો ધંધો શરૂ કર્યો. નટુભાઈ લાકડાની ઘોડીના સહારે આજે ખુમારી સાથે જીવે છે. એક પગ ના હોવા છતાં પોતાની કાર લઇ જાતે કાર ચલાવી મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં જઈ સૂકા મરચા, હળદળ અને મસાલા લાવી ઓલપાડ ખાતે શુદ્ધ મસાલા વેચી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.

ઓલપાડ ટાઉનમાં નટુભાઈ આસપાસ મસાલા ભંડાર ચલાવી રહ્યા છે. વટ અને ખુમારીથી ધંધો કરે છે. મુસીબતના સમયમાં નટુભાઈએ કોઈ પાસે મદદ માટે હાથ લાંબો કર્યો નથી. પોતાની મહેનત થી મસાલાનો ધંધો શરૂ કર્યો અને આજે પણ નટુભાઈ ખુમારીથી જીવે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. એક પગ ના હોવા છતાં નટુભાઈ આજે પણ હિંમત હાર્યા નથી અને લોકોને પણ કહે છે કોઈ પાસે મદદ માટે હાથ લાંબો કરી લાચારી ભોગવવા કરતા પોતાની જાત પર વિશ્વાસ રાખવા કહી રહ્યા છે અને જાત મહેનત કરી આગળ વધો એવો મેસેજ પણ આપી રહ્યા છે.

નટુભાઈના સાથી મિત્રો કહે છે નટુભાઈની હિંમતને સલામ છે. જોરદાર અકસ્માત અને પગ ગુમાવ્યા બાદ ભલ ભલો મજબૂત માણસ તૂટી જાય છે પણ નટુભાઈ ની હિંમત સલામ ને પાત્ર છે. પોતાનું કામ પોતાની જાતે કરે છે. મહારાષ્ટ્ર કે સૌરાષ્ટ્ર જવાનું હોય તો કોઈની પણ મદદ લીધા વગર પોતાની કાર લઈને એકલા નીકળી પડે છે અને એ જાતે હંકારી. નટુભાઈ પાસેથી શીખવાની જરૂર છે. હિંમત અને કઈ કરી છૂટવાની ખુમારી હોય તો માણસ હારતો નથી જીતી જાય છે. નટુભાઈ પ્રત્યે અમને માન છે અને ગર્વ છે

Related posts

૧૪/૦૭/૨૦૨૨ ના રોજ વલસાડ જિલ્લામાં શિક્ષણ કાર્ય બંધ

mitramnews

મુંબઈની રહેણાંક ઇમારતમાં લાગી આગ, ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ

mitramnews

RBIની કાર્યવાહી, હવે આ બેંકમાંથી 15,000 થી વધુ રકમ નહીં ઉપાડી શકો, કારણ જાણો

mitramnews

Leave a Comment