Mitram News
તાજા સમાચારમુખ્ય સમાચારરાષ્ટ્રીયસતર્ક મિત્રમ

ગેરકાયદેસર હથિયાર બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ, 78 પિસ્તોલ સાથે 12 આરોપીઓની ધરપકડ

મધ્યપ્રદેશમાં પોલીસે ગુરુવારે ગેરકાયદેસર હથિયાર બનાવવાની વિવિધ ફેક્ટરીઓનો પર્દાફાશ કર્યો હતો અને 78 હથિયારો સાથે 12 લોકોની ધરપકડ કરી હતી. પોલીસ અધિકારીએ આ અંગેની માહિતી આપી. ઇન્દોર (ગ્રામીણ) ઝોનના પોલીસ મહાનિરીક્ષક, રાકેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર હથિયારોના ઉત્પાદન અને વેચાણ સામે “ઓપરેશન પ્રહાર” હેઠળ, બરવાની જિલ્લામાંથી સાત, ધાર જિલ્લામાંથી એક, ખરગોન જિલ્લામાંથી ત્રણ અને બુરહાનપુર જિલ્લામાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી.

પોલીસ ગેરકાયદેસર હથિયાર બનાવવાની વિવિધ ફેકટરીઓ પર નજીકથી નજર રાખી રહ્યા હતા. પોલીસે આ લોકોની ધરપકડ કરવા માટે તેમની ઇન્ફોર્મર સિસ્ટમ તેમજ સાયબર અને ડ્રોન ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીઓના કબજામાંથી કુલ 78 દેશી બનાવટની પિસ્તોલ, કટ્ટા અને રિવોલ્વર તેમજ ઘાતક હથિયાર બનાવવાના સાધનો મોટા જથ્થામાં મળી આવ્યા છે. 

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પશ્ચિમ મધ્ય પ્રદેશના અંતરિયાળ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર હથિયાર બનાવવાની ફેક્ટરીઓ ચાલી રહી છે અને તેમના દ્વારા ગેરકાયદેસર હથિયારોની સપ્લાયના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. 

Related posts

રાજકોટમાં ખાખી થઇ શર્મસાર, પોલીસકર્મી દારૂ પીને દુકાનો બંધ કરવા નીકળ્યો

mitramnews

આ 5 લીલા રસ તમને રોગોથી દૂર રાખશે, ઘરે જ બનાવો આ રીતે

mitramnews

ગાંધીજીની સ્મૃતિની અહીંના તંત્રને અને પાલિકાના શાસકોને કોઈ જ દરકાર નથી તેમ જણાવીને પોરબંદર કોંગ્રેસ ભારે આક્રોશ સાથે મુખ્યમંત્રીને રજૂઆત

mitramnews

Leave a Comment