Mitram News
જુનાગઢતાજા સમાચારધર્મ-યાત્રા-પ્રવાસમુખ્ય સમાચાર

જુનાગઢ મનપાએ પ્લોટની હરાજી સહિતના મુદ્દે શિવરાત્રી મેળા માટેની તૈયારી આદરી

જૂનાગઢમાં મહાનગરપાલિકા દ્વારા આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનાર મહાશિવરાત્રીના મેળાને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેમાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં હંગામી પ્લોટને લઈ ઓફસેટ દર ઉપરાંત હરાજીની શરતો અને ઉતારા રજીસ્ટ્રેશન કામગીરી સહિતની દરખાસ્ત કરી મહાશિવરાત્રી મેળાની તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે સ્થાયી સમિતિની બેઠકમાં નવી એમ્બ્યુલન્સની ખરીદી ફાયર માટે રેસક્યુ વીહીલર વોટર બ્રાઉઝર સફાઈ માટે સ્લીપર મશીન અને લીટર સ્પીકર મશીનની ખરીદીની મંજૂરી 2021ની સ્વાતંત્રય પર્વની 2.50 કરોડની ગ્રાન્ટમાંથી પાંચ નવી આંગણવાડી બનાવવા વોટરવર્ક શાખા દ્વારા નરસિંહ મહેતા તળાવ પાસે એસટીપી પંપીંગ બનાવવા નાયબ કલેકટર પાસેથી ખરાબાની જમીન 9.6 લાખના અલગ અલગ ચલણથી ખરીદવા માટે અને ખામધ્રોળ વિસ્તારમાં પંપીંગ મશીનરી બનાવવા નદી કાંઠાની સરકારી જમીન ખરીદવા 8.55 લાખથી વધુની કિંમતે ખરીદવા કરાયેલ દરખાસ્તને મંજૂર કરવામાં આવી હતી આ ઉપરાંત ચાલુ નોકરીએ નિધન થનાર ચાર કર્મીઓના વારસદારોને નોકરી આપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી શહેરમાં તાજેતરમાં યોજાયેલ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના વિજેતાઓને અપાયેલ પુરસ્કારની રકમ સ્ટેન્ડિંગ સમિતિની બેઠકમાં મંજૂર કરવામાં આવી હતી

Related posts

પરેશ રાવલે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કરેલા નિવેદનથી અભિનેતાની મુશ્કેલી વધી શકે છે.

mitramnews

કોરોના સંક્રમણના કેસો વધતા વાલીઓ ચિંતાતુર.

mitramnews

ઈરાનમાં હિજાબનો વિવાદ, પાકિસ્તાનમાં એર હોસ્ટેસને અન્ડરવેર પહેરવાની સૂચના

mitramnews

Leave a Comment