Mitram News
ઓટોમોબાઇલગાંધીનગરતાજા સમાચારભાવનગરમુખ્ય સમાચાર

અમદાવાદથી ધોલેરા એક્સપ્રેક્સ વે બનશે, ભાવનગર 1 કલાક 45 મિનિટમાં પહોંચાશે, 2024માં પૂર્ણ થશે કામ – ગડકરી

નીતિન ગડકરીની ગાંધીનગરમાં ગુજરાતના નેશનલ હાઈવે પ્રોજેક્ટ પર સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. ત્યાર બાદ નિતીન ગડકરીએ કહ્યું કે, અમદાવાદથી ધોલેરા એક્સપ્રેક્સ વે બનશે. ભાવનગરનું પણ અંતર ઘટશે આગામી 2024 સુધીમાં આ કામગિરી પૂર્ણ કરવામાં આવશે.

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્રના સડક પરિવહન મંત્રાલયના અધિકારીઓ, નેશનલ હાઈવે ઓથોરિટીના સભ્ય મજ મુખ્યમંત્રીના સલાહકાર  એસ.એસ. રાઠોર તથા રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. નેશનલ હાઇવેના વિકાસ અને સુધારણા માટેના ૮૧ કામો માટે ગુજરાતમાં છેલ્લા આઠ વર્ષમાં વિવિધ હાઇવે પ્રોજેક્ટ માટે ૫૨,૭૭૫ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.  જે અંતર્ગત ઝડપી કામગિરી બનાવવા મામલે સમીક્ષા બેઠક થઈ હતી. 

ત્યારે 4 માર્ગીય એક્સપ્રેક્સ હાઈવેનો ઉલ્લેખ કરતા નિતીન ગડકરીએ કહ્યું કે, અમદાવાદથી ધોલેરા 109 કિમી એક્સપ્રેસ વે બનાવવામાં આવશે. અમદાવાદથી  ભાવનગરનું અંતર પણ ઘટશે. 169 કિમીના જગ્યાએ 141 કિમી ભાવનગરનું અંતર થશે.

4 હજાર 110 કરોડના ખર્ચે કામગિરી કરવામાં આવશે. જેમાં આ એક્સપ્રેક્સ વેમાં અમદાવાદ ધોલેરા પણ એક ભાગ છે ત્યારે માર્ચ 2024 સુધીમાં પૂર્ણ થશે. હાલ અમદાવાદથી ભાવનગર જતા જે 3.14 કલાકનો સમય થાય ત્યારે એક્સપ્રેક્સ વે બનતા 1.45 કલાકમાં અમદાવાદથી ભાવનગર પહોંચી શકાશે. 

Related posts

મમતા બેનર્જીનું ચોંકાવનારું નિવેદન, મને નથી લાગતું કે PM મોદી ED-CBIના દુરુપયોગમાં સામેલ

mitramnews

સુરતમાં 70 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કાર્મ આચરનાર નરાધમ જેલ હવાલે,ગંભીર ઈજા પહોંચતા વૃદ્ધનું મોત.

mitramnews

કંગના રનૌતે શેર કરી પોતાની બાળપણની તસવીર, કહ્યું ઈન્દિરા ગાંધી વિશે

mitramnews

Leave a Comment