Mitram News
તાજા સમાચારમુખ્ય સમાચારવડોદરાસતર્ક મિત્રમસમાજ મિત્રમ

ભેદી સંજોગોમાં ગુમ ડભોઈની મહિલા કોન્સ્ટેબલ પ્રેમી સાથે કોલ્હાપુર પાસેથી ઝડપાઈ

 

વડોદરા જિલ્લાના ડભોઈ પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગુમ થયા હોવાની ફરિયાદ ડભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ અંગે હવે મોટા સમાચાર આવ્યા છે. મહિલા કોન્સ્ટેબલ મહારાષ્ટ્રના કોલ્હાપુર પાસેથી મળી આવી છે. માહિતી મુજબ, મહિલા કોન્સ્ટેબલની તેના પ્રેમી સાથે અટકાયત કરવામાં આવી છે. પોલીસે મહિલા પોલીસકર્મીને બોર્ડર ક્રોસ કરતી વખતે પકડી હોવાની માહિતી મળી છે. 

મહિલા કોન્સ્ટેબલ પ્રેમી સાથે ઝડપાઈ
ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી 24 વર્ષીય મહિલા પોલીસકર્મી મણીબેન ચૌધરી બે દિવસ પહેલા રજા પર ઉતર્યા બાદ ભેદી સંજોગોમાં લાપતા થઈ હતી. આ અંગે મહિલા કોન્સ્ટેબલના પિતાએ ડભોઇ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસની અલગ-અલગ ટીમે સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેઇલના આધારે મહિલા કોન્સ્ટેબલની તપાસ હાથ ધરી હતી, પરંતુ તે મળી ન હતી. જો કે, મહિલા કોન્સ્ટેબલને તેના પ્રેમી સાથે વડોદરા પોલીસે મહારાષ્ટ્રના કોલ્હાપુર પાસેથી ઝડપી પાડી છે. બોર્ડ ક્રોસ કરતી વખતા બંનેની અટકાયત કરાઈ
મહિલા કોન્સ્ટેબલ તેના પ્રેમી સાથે બોર્ડર ક્રોસ કરી રહી હતી ત્યારે પોલીસે બંનેને ઝડપી લીધા હતા. હવે બંનેને ડભોઈ પોલીસ સ્ટેશન લવાશે અને બંનેની પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે. મહિલા કોન્સ્ટેબલને શોધવા માટે એલસીજી, એસઓજી અને ડભોઈ પોલીસની અલગ-અલગ ટીમ બનાવાઈ હતી. આપને જણાવીએ કે, ડભોઈ પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલના પિતાની ફરિયાદ બાદ પોલીસે તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે મહિલા કોન્સ્ટેબલનો મોબાઇલ ફોન પણ બંધ આવતો હતો. ત્યારબાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોને એક્ટિવ કરીને ગુમ થયેલી મહિલા કોન્સ્ટેબલને શોધી કાઢી છે. ડબોઈ પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી અચાનક ગુમ થતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી.

Related posts

સોનિયા ગાંધી EDને આપી રહી છે ઝડપી જવાબ, આજે પૂરી થઈ શકે છે તપાસ.

mitramnews

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા આયોજિત રેત શિલ્પ મહા મહોત્સવ-2023

mitramnews

નર્મદા જીલ્લાના ભાજપ આગેવાન વિરુદ્ધ છેડતી તથા છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ.

mitramnews

Leave a Comment