પટેલ સમાજના આગેવાનો દ્વારા લેવાયો તાલિબાની નિર્ણય
નાઈ સમાજના 17 જેટલા પરિવારોને ગામ બહાર હાકી કાઢ્યા
વાળંદ યુવકે ચૌધરી સમાજની યુવતી સાથે પ્રેમલગ્ન કરતા વિરોધ
17 પરિવારોએ જિલ્લા અધિક કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
અરવલ્લી જીલ્લમાં આવેલા ભુતાવડ ગામમાં વાળંદ સમાજનો એક યુવક ચૌધરી સમાજની યુવતી સાથે પ્રેમલગ્ન કરતા પટેલ સમાજના આગેવાનોએ તાલિબાની નિર્ણય કરી નાઈ સમાજના 17 જેટલા પરિવારોને ગામ બહાર હાકી કાઢ્યા છે.
એટલુ જ નહિ ગામમાં રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટ બંધ કરી ગામ તળ ની જમીન અને જીવન જરૂરિયાત વસ્તુઓ દૂધ પાણી પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ઉપરાંત દુકાનોમાં રહેલો સામાન પણ આપવામાં આવતો નથી. જેના કારણે ગામમાં પુન: પ્રવેશની માંગ સાથે નાઈ સમાજના 17 પરિવારો જિલ્લા અધિક કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.
પટેલ સમાજ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને લગ્ન વિચ્છેદ માટે તમામ પ્રયત્નો કર્યા હતા પરંતુ લગ્ન વિચ્છેદ માટે બંને છોકરો અને છોકરી તૈયાર ન થતા બંને ગાંધીનગર સેક્ટર 6 ખાતે પોલીસ કચેરી હાજર થઈ બંને સ્વરક્ષણ મેળવી પોતાની રીતે અલગ રહેતા હતા અને ત્યાંથી તેઓ લગ્ન કરી આજદિન સુધી ન મળતા અંતે પટેલ સમાજના આગેવાનોએ ભુતાવડ ગામમાં ભેગા થઈ નાઈ સમાજના 17 કેટલા પરિવારોને ગામમાંથી હાકી કાઢ્યા હતા